અમેરિકામાં રહેવા ગુજરાતી દંપત્તિ પર ત્રાટક્યા લુંટારૂ, ગોળીબારમાં પત્નીનું મોત

વિદેશમાં રહેતા ભારતીયો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ પર જીવલેન હુમલા થવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. તાજેતરમાં જ સુરતના રહેવાસી એવા દંપત્તિ પર અમેરિકામાં ગોળીબારની ઘટના ઘટી છે જેમાં પત્નીનું મોત નિપજ્યું છે. ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા પતિ હાલ સારવાર હેઠળ છે. દંપત્તિ સુરતના ભરથાણાનું છે. અમેરિકામાં મેરિલેન્ડમાં હોટેલ માલિક દંપત્તિ પર ફાયિંરગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે, સુરતના ભરથાણાનો પટેલ પરિવાર છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાયી થયો હતો. આ પરિવાર મેરીલેન્ડમાં મોટલના બિઝનેસ સાથે સંકળાયેલો છે.

દિલીપ પટેલ અને તેમના પત્ની ઉષા પટેલ શુક્રવારે મોટલના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક કેટલાક અજાણ્યા ઈસમો લૂંટના ઈરાદે આવ્યા હતા. લૂંટારુઓ દંપત્તિ પર ફાયિંરગ કરીને નાસી છૂટ્યા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉષાબેનનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે દિલીપ પટેલ સારવાર હેઠળ છે. પટેલ દંપત્તિ સાથે બનેલી આ ઘટનામાં સુરતમાં રહેતા તેમના પરિવારજનોમાં સોપો પડી ગયો હતો.

આ પટેલ દંપત્તિને સંતાનમાં બે બાળકો છે. જેમાં મોટો દીકરો હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. તેમના સંતાનો પણ આ ઘટનાથી ભારે આઘાતમાં છે. લુંટારૂઓ દ્વારા કેટલી લૂંટ કરવામાં આવી તેને લઈને હજી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધી ગઈ છે. લૂંટના ઈદારે તેમના પર ફાયિંરગ કરવામાં આવે છે.