રાજસ્થાનમાં દારુની દુકાનની હરાજીમાં બે મહિલાઓએ ૫૧૦ કરોડની બોલી લગાવી…!!

Saurashtra Kranti E-Paper
Saurashtra Kranti e-paper

રાજસ્થાનમાં દારૂની દૃુકાનોની હરાજી ચાલી રહી છે. આ ક્રમમાં હનુમાનગઢ જિલ્લાના કુઇયાં ગામ માટે દારૂની દૃુકાનની હરાજી ચાલી રહી હતી. દારૂની દૃુકાન માટે ૭૨ લાખ રૂપિયાથી હરાજી શરૂ થઇ અને સતત ચાલતી રહી. આ દારૂની દૃુકાન પર કબ્જો મેળવવા માટે એક જ પરિવારની બે મહિલાઓમાં એવી હોડ લાગી કે સવારે ૧૧ વાગ્યાથી શરૂ થયેલી હરાજી રાત્રે ૨ વાગ્યા સુધી ચાલી અને ૫૧૦ કરોડ રૂપિયા પર સમાપ્ત થઇ.

કહેવાય છે કે કુઇંયા ગામની આ દારૂની દૃુકાન ગયા વર્ષે અંદાજે ૬૫ લાખમાં વેચાઇ હતી. આ વર્ષે આ દારૂની દૃુકાનની બોલી ૭૨ લાખ રૂપિયાથી શરૂ થઇ. આ દૃુકાનની ખરીદીને લઇ કુઇંયા ગામના એક જ પરિવારના બે મહિલાઓ સામ-સામે આવી ગઇ. સવારે ૧૧ વાગ્યાથી હરાજી શરૂ થઇ તો રાત્રે બે વાગ્યે ૫૧૦ કરોડ રૂપિયા પર જઇને સમાપ્ત થઇ. આટલી મોટી હરાજી બાદ એકસાઇઝ અધિકારીઓના પણ સ્તબ્ધ થઇ ગયા.

એક્સાઇઝ વિભાગના અધિકારીઓએ રાત્રે બે વાગ્યે બોલી સમાપ્ત થયા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ૫૧૦ કરોડ રૂપિયાની હરાજી લગાવનાર મહિલા કિરણ કંવરના બે દિવસની અંદર દૃુકાનની કુલ કિંમતના બે ટકા પૈસા જમા કરવા માટે કહૃાું છે. જો કે એક્સાઇઝ અધિકારીઓએ હજુ પણ આ બોલી પર વિશ્ર્વાસ થઇ રહૃાો નથી. તો બોલીના હિસાબથી અધિકારીઓએ કિરણ કંવરના પક્ષમાં એલોટમેન્ટ લેટર રજૂ કરી દીધું છે. સાથો સાથ વિભાગે એમ પણ કહૃાું કે જો બીડના વિજેતા દૃુકાન લેતા નથી તો તેને આગળથી બ્લેક લિસ્ટ કરી દેવાશે.