આઇપીએલનો શિડ્યૂલ જાહેર: ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

પ્રથમ મેચ ૯ એપ્રિલે મુંબઇ-બેંગ્લોર વચ્ચે રમાશે

બીસીસીઆઇએ રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન ૧૪નું શિડ્યૂલ જાહેર કર્યું છે. જે મુજબ આઇપીએલ-૧૪ની સીઝન ૯ એપ્રિલથી શરૂ થશે જે ૩૦ મે સુધી ચાલશે. ૫૨ દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઇપીએલના તમામ મુકાબલા ૬ શહેરો અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં જ થશે.

તમામ ૮ ટીમો વચ્ચે ૫૨ દિવસમાં ફાઈનલ સહિત ૬૦ મેચ રમાશે. ફાઈનલ અને પ્લે-ઓફની મેચ અમદાવાદમાં રમાશે. સીઝનનો પ્રારંભ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે શરૂ થશે. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલી છે.

ગત સીઝનમાં કોરોના કારણે માર્ચ-એપ્રિલના બદલે સપ્ટેમ્બર-નવેમ્બરે રમાઈ હતી. આ વખતે ટૂર્નામેન્ટની ભારતમાં જ રમાશે. કોરોનાને કારણે પહેલી વખત કોઈ પમ ટીમ પોતાના ઘરઆંગણે મેચ નહીં રમે. આ વખતે ૧૧ ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે મેચ રમાશે. બપોરની મેચ ૩.૩૦ વાગ્યાથી રમાશે. જ્યારે સાંજની મેચ ૭૩૦ વાગ્યાથી શરૂ થશે.

કોરોનાને કારણે ટૂર્નામેન્ટ બાયો બબલમાં રમાશે. લીગ સ્ટેજ દરમિયાન દરેક ટીમ ત્રણ વખત જ યાત્રા કરીને પોતાની મેચ પૂરી કરી લેશે. મહામારીને કારણે શરૂઆતમાં ફેન્સને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં આપવામાં આવે. જે બાદ જો પરિસ્થિતિ સારી રહી અને સરકારની સાથે બોર્ડને યોગ્ય લાગશે તો ફેન્સને એન્ટ્રી આપવામાં આવી શકે છે.

દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપરિંકગ્સને ડબલ હેડર અંતર્ગત ૨-૨ મેચ બપોરે રમવાના છે. આ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કીંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદૃ અને મુંબઈ ઈન્ડિયન્સ ૩-૩ મેચ બપોરના ટાઈમમાં રમવાના થશે. ટૂર્નામેન્ટનમાં પ્રથમ ડબલ હેટર ૧૮ એપ્રિલે આરસીબી અને કેકેઆર વચ્ચે રમાશે.