વડાલીમાં આજે હલકી માનસિક્તાને કચડવા પોલીસ પ્રોટેક્શન સાથે વરઘોડો

અવારનવાર દલિત યુવકોના લગ્નમાં વરઘોડાને લઇ તો ક્યારેક સાફાને લાઇ અને ગામડાઓમાં દલિત હોવાથી ગામમાં વરઘોડો ના ફેરવવો એવી ખોટી માન્યતાને લાઇ અસામાજિક તત્વો દ્વારા હુલ્લડો કરવામાં આવે છે. જેને લાઇ સાબરકાંઠાના વડાલી તાલુકાના ભજપુર ગામે રહેતા સુતરિયા નરેશકુમાર લેબભાઈને પોતાના દિકરાના લગ્ન હોવાથી ગામ લોકોને વારંવાર રજૂઆતો કરવા છતાં ગામ લોકોએ ગામમાં વરઘોડો ના ફેરવવાની ધમકી આપી હતી. આ મામલે ગ્રામજનોનું કહેવું છે કે,તું દલિત છે માટે તારો વરઘોડો નઈ ફરવા દઈએ. આવી હલકી માન્યતાવાળા લોકો વરઘોડા માટે ના પાડતા નરેશભાઈએ રાજ્ય સરકારના ગુહવિભાગ, જિલ્લાકલેક્ટર, પીએઆઈ વડાલી વગેરે જગ્યાએ અરજી કરીને મંજૂરી મેળવી હતી. હવે આવતી કાલે વરઘોડો ૩.૩૦ વાગે પોલીસ પ્રોટેક્શનના નેજા હેઠળ કાઢવામાં આવશે. વડાલી તાલુકાના ભજપુરા ગામે જ્યારે આવતી કાલે દલિત યુવકનો વરઘોડો નિકળવાનો છે.

જેમાં દલિત યુવકના વર્ધિમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ખલેલ ના પહોંચે જેને લઇ દલિત યુવક દ્વારા સરકારને રાજુઆત કરતા સરકાર દ્વારા દલિત યુવકને વરઘોડામાં માટે પોલિસ પોટેક્શન આપવામાં આવ્યું છે. એક તરફ અનુસૂચિત જાતિ પરિવારના યુવકના લગ્નની તમામ તૈયારીઓ પરિવાર દ્વારા આટોપી લેવામાં આવી છે તો બીજી તરફ ગામમાં વિરોધ થવાની શક્યતાને લઈ પરિવારે સરકાર સમક્ષ પોલીસ રક્ષણની માગ કરી હતી અને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. આવતી કાલે યોજાનાર લગ્નના વરઘોડો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાય એ માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

અગાઉ પણ ભજપુરા ગામની બાજુના ગામમાં મંદિર બનાવવાને લઈ બે સમાજ સેમ સામે ઘર્ષણ માં ઉતર્યા હતા જે પરિસ્થિતિનું પુનરાવર્તન ના થાય એ માટે પરિવારે રક્ષણ માગ્યું હતું અને પોલીસે પણ ડીવાયએસપી, પીઆઇ,પીએસઆઇ સહિત મોટો પોલીસ કાફલો ભજપુરા ગામમાં ખડકી દેવામાં આવ્યો છે. આવતી કાલે યોજાનાર લગ્નના વરઘોડામાં કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે એ માટે પોલીસ ઘડકી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, ઉના કાંડ સમયે દલિત પર થયેલાં અત્યાચારને કારણે ગુજરાતની છબી દૃુનિયાભરમાં ખરડાઈ હતી. જે બાદથી સરકાર દ્વારા સમાજમાં દલિતો પરનાં અત્યાચાર રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. પણ હજુ પણ દલિતો પરનાં અત્યાચાર અટકવાનું નામ લઈ રહૃાા નથી.