જૂનાગઢનો મેળો મોકૂફ થતા સાધુ-સંતો મેદાને, ઉઠાવ્યા સવાલો

જૂનાગઢમાં વર્ષોની પરંપરા મુજબ લાખો ભાવિકોની હાજરીમાં યોજાતો મહા શિવરાત્રીનો મેળો કોરોના મહામારીને લઈને ભાવિકો માટે મોકૂફ્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, માત્ર પરંપરા જાળવવા માટે સાધુ-સંતો દ્વારા મહા વદ નોમને દિવસે સ્નાનવિધિ, ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરીને પાંચ દિવસ મેળાની પરંપરા જાળવવામાં આવશે. પરંતુ સરકારના આ નિર્ણય પર સાધુ સંતો મેદાનમાં આવી ગયા છે. જૂનાગઢ શિવરાત્રીનો મેળો યાત્રિકો માટે શરૂ કરવા એક બાદ એક સાધુ સંતો મેદાનમાં આવી રહૃાા છે. સનાતન ધર્મ પરિષદના ઉપાધ્યક્ષે દરેક ભાવિક ભક્તજનોને મેળામાં ઉમટી પડવા આહવાન કરવામાં આવ્યું છે. સાધુ-સંતોમાં પત્રિકાનું વિતરણ કરી આજે સંમેલન બોલાવવામાં આવ્યું છે. સનાતન ધર્મ પરિષદનાં ઉપાધ્યક્ષ આત્માનંદજી બ્રહ્મચારીએ વિરોધના સૂપમાં જણાવ્યું કે, જૂનાગઢ શિવરાત્રીનો મેળો બંધ રાખવાની વાતથી સાધુ સંતોમાં રોષ છે સભા, સરઘસ, ચૂંટણીઓ કરી, સોમનાથ મંદિર શિવરાત્રી દરમિયાન ૭૨ કલાક માટે ખુલ્લું રાખવાની જાહેરાત કરી, કુંભનો મેળો શરૂ રાખવામાં આવ્યો છે. જેમાં સ્નાન દરમિયાન એકસાથે ૪૦ લાખ લોકો એકઠા થાય છે.

જ્યારે જૂનાગઢમાં તો માત્ર પાંચથી સાત લાખ લોકો જ ભેગા થાય છે. જૂનાગઢના ભવનાથમાં કોરોનાનું બહાનું કરી અને સનાતન ધર્મનો પરંપરાગત શિવની આરાધના કરવા માટેનો મેળો બંધ રાખવામાં આવતા પ્રજાજનો સાથે સાધુ-સંતોમાં પણ રોષ જોવા મળી રહૃાો છે. આપાગીગાના ઓટલાના મહંત અને મંડલેશ્ર્વર નરેન્દ્ર બાપુએ મુખ્યમંત્રીને રજૂઆત કરી બાદમાં સનાતન ધર્મ પરિષદના ઉપાધ્યક્ષ આત્માનંદ બ્રહ્મચારીએ પણ સરકાર પ્રત્યે ભારોભાર રોષ વ્યક્ત કર્યો અને ભાજપ સરકાર દંભી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કે સનાતન ધર્મના કાર્યો શા માટે બંધ રાખવામાં આવી રહૃાા છે? બંગાળમાં ચૂંટણી માટે લાખો લોકો ભેગા કરી રહૃાા છે.

ત્યાં કોરોના નથી આવા અનેક સવાલો ઉઠાવી અને દરેક ભક્તજનોને ભવનાથમાં ઉમટી પડવા આહવાન કરતાં તંત્રમાં પણ ભારે દોડધામ મચી છે. સાધુ સંતોનો રોષ શાંત પાડવા પદાધિકારી અને અધિકારીઓ પણ કામે લાગ્યા હોવાનું જાણવા મળી રહૃાું છે કારણ કે સંત સંમેલનની પત્રિકાથી મોટી સંખ્યામાં સાધુ એકઠા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આમ એક બાદ એક પોલીસ સ્ટેશન પણ મેદાનમાં આવતા જાય છે અને મેળો યોજાવો જોઈએ તેવી માગણી કરી રહૃાા છે અને સરકાર ઉપર દબાણ વધતું જાય છે જોવાનું એ રહૃાું કે હવે સરકાર શું નિર્ણય લે છે.