ખેડામાં બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને પોલિસે ઝડપી પાડ્યો

જિલ્લાના કઠલાલ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં ૪૫ વર્ષીય એક આધેડ આરોપીએ ૬ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારતા ફિટકારની લાગણી ફેલાવા પામી છે. ગામના ફળિયામાં બાળકી રમતી હતી ત્યારે આરોપીએ બાળકીને આંબલી આપવાનું કહીને બોલાવી હતી. ઘરમાં લઈ જઈ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાદૃમાં બાળકીને ૧૦ રૂપિયા આપી ધમકી આપી હતી. બાળકીને લોહી નીકળતું હોવાથી તે રડવા લાગી હતી. માતા-પિતા ઘરે પરત આવતા બાળકીએ માતાને સમગ્ર વાત કરી હતી. બાળકીના માતા-પિતા દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.