મુખ્યમંત્રી અમિંરદર સિંહની પૌત્રીના લગ્નમાં ફારુક અબ્દુલ્લાનો ડાન્સનો વિડીયો વાયરલ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા આમ તો રાજકીય નિવેદનોને કારણે હંમેશાં ચર્ચા રહે છે, પરંતુ દિલ્હીમાં તેમનો અલગ જ અંદાજ જોવા મળ્યો. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમિંરદર સિંહની પૌત્રીના લગ્નમાં ફારુક ફિલ્મી ગીત પર જોરદાર ઠૂમકા લગાવ્યા હતા. નાચતાં નાચતાં ફારુક કેપ્ટનનો પણ હાથ પકડીને લાવ્યા અને તેમની સાથે ડાન્સ કરવા લાગ્યા. ફારુકનો ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાઇરલ થઈ રહૃાો છે. પંજાબના સીએમ કેપ્ટન અમિંરદર સિંહની પૌત્રી સહરઈંદ્ર કૌરના લગ્ન ગત રવિવારે નવી દિલ્હીમાં થયા હતા.

કાર્યક્રમમાં કેપ્ટનના પરિવારના સભ્યોની સાથે સાથે અનેક નેતા પણ સામેલ થયા હતા. લગ્નમાં સંગીત કાર્યક્રમ દરમિયાન જ્યારે ગુલાબી આંખે જો તેરી દેખી… ગીત વાગ્યું તો ફારુક અબ્દુલ્લાએ ઠૂમકા મારવાના શરૂ કર્યા. જે બાદ જ્યારે આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે.. ગીત વાગ્યું તો તેઓ ડાન્સ કરતા કરતા અમિંરદરને પણ ખેંચી લાવ્યા. બ્લુ શેરવાનીમાં ફારુક અબ્દુલ્લા ઘણો સમય ડાન્સ કરતા રહૃાાં. લગ્નમાં હાજર લોકોને તેમનો વીડિયો બનાવ્યો હતો.

ફારુક અબ્દૃુલ્લા પર અનેક સર્જરી થઈ છે. તેમની ઉંમર પણ ઘણી વધારે છે. તેમ છતાં ફારુકની જિંદાદિલી જોઈને લગ્નમાં હાજર અનેક લોકોએ તેમને સાથ આપ્યો હતો. કેપ્ટન અમિંરદર સિંહે પણ ફારુકના ડાન્સ દરમિયાન પરિવારના કેટલાંક લોકોને તેમનો સાથ આપવા માટે બોલાવ્યા. તમામે તાળીઓ વગાડીને તેમને પ્રોત્સાહન આપ્યું હતું.