તાજ મહેલમાં બોમ્બની ખોટી અફવા ફેલાવનારની ધરપકડ

વિશ્ર્વની સાત અજાયબીઓમાં સામેલ આગ્રાના તાજ મહેલમાં વિસ્ફોટક રાખવાની સૂચના મળવાથી ખળભળાટ મચી ગયો હતો. આ સૂચના મળ્યા પછી બીડીએસની સાથે સીઆઇએસએફની ટીમ તત્કાળ એક્શનમાં આવી હતી. જીઁ પ્રોટોકોલ શિવ રામ યાદવે જણાવ્યું હતું કે ફોન કોલ ટ્રેસ કર્યા પછી માહિતી આપનારી વ્યક્તિનું લોકેશન ફિરોઝાબાદમાં મળ્યું હતું. ત્યાંથી તેને ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ જારી છે. ફિરોઝાબાદથી એક માથાફરેલ વ્યક્તિએ ફોન કરીને બોમ્બ મૂક્યાની ખોટી માહિતી આપી હતી.

જોકે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ જારી છે. આશરે બે કલાક તાજ મહેલના બંને ગેટો બંધ કર્યા પછી તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ પર્યટકો માટે તાજ મહેલ ખોલવામાં આવ્યો છે. અહીં અજાણ્યા શખસે ફોન પર વિસ્ફોટક રાખવાની માહિતી આપી હતી. જકે અહીં તપાસમાં હજી સુધી કોઈ બોમ્બ નથી મળ્યો.

તાજ મહેલના બંને પ્રવેશદ્વાર બંધ કરીને ચેિંકગ કરવામાં આવ્યો હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની સાથે અન્ય ટીમોને પણ બોલાવવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન મુલાકાતીઓને બહાર અટકાવવામાં આવ્યા હતા. પોલીસ અલર્ટ થઈ હતી અને સવારે નવ કલાકે તાજ મહેલથી મુલાકાતીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. તાજ મહેલની આસપાસનાં બજારો પણ બંધ કરવામાં આવ્યા હતા.