મોદીની તસવીરો-હોર્ડિંગ્સ દૂર કરવાનો પેટ્રોલ પમ્પ્સને આદેશ

ચૂંટણી પંચનો આદેશ

ચૂંટણી પંચે પેટ્રોલ પમ્પ્સને આદેશ આપ્યો છે કે તેઓ ૭૨-કલાકની અંદર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો ધરાવતા હોર્ડિંગ્સ દૃૂર કરે, કારણ કે પાંચ રાજ્યોમાં આ મહિનાના અંતભાગમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ માટેની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

પશ્ર્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે આ રાજ્યોના તમામ પેટ્રોલ પમ્પ્સને આદેશ આપ્યો છે કે તેઓ વડા પ્રધાન મોદીના ચિત્રો-તસવીરો દર્શાવતી કેન્દ્ર સરકારી યોજનાઓને લગતા હોર્ડિંગ્સ ૭૨-કલાકમાં દૃૂર કરે. પશ્ર્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ કરેલી ફરિયાદને પગલે ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે.