ભાઈ-બહેને મળી પતિને ટેમ્પો પાછળ બાંધી ઘસડી જવાની ઘટનામાં ઇજાગ્રસ્તનું મોત

ગત શનિવારના રોજ કડોદરા નગરની એક સોસાયટીના પત્ની અને સાડો મળી પતિને માર મારી ટેમ્પો પાછળ ઘાતકી રીતે રોડ પર ઘસાડ્યો હતો. પતિની હાલત ગંભીર હતી, જેનું સોમવારે મોત નીપજ્યું હતું. ઘટનામાં મૃતકના કાકાએ પોલિસ ફરિયાદ આપી હતી. કડોદરામાં દુર્ગાનગરમાં રહેતા બાલકૃષ્ણ રાઠોડ( ૩૫)અને તેની પત્ની શીતલ વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ પત્નીએ ભાઈ અનિલ ચૌહાણને બોલાવ્યો અને ભાઈ બહેને મળી બાલકૃષ્ણને માર મારી અનિલ ચૌહાણે પોતાના ટેમ્પોની પાછળ દોરડા વડે બાંધી ૨૦૦૦ ફૂટ સુધી રોડ પર ઘસડ્યો હતો.

જે જોઈ સ્થાનિકોએ ટેમ્પાને અટકાવવા જતાં ટેમ્પો રોડની બાજુમાં રહેલા કેનાલમાં ઊંધો વળ્યો હતો. બાદ પબ્લિકે ભાઈ બહેનને પોલિસને હવાલે કર્યા હતા અને બાલકૃષ્ણને સુરત સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો હતો. કડોદરા પોલિસે બાલકૃષ્ણના કાકા અન્ના રાઠોડ પાસેથી ફરિયાદ લીધી હતી. સોમવારે બાલકૃષ્ણ રાઠોડનું હોસ્પિટલમાં મોત બાદૃ કડોદરા પોલિસે મૃતકની પત્ની અને તેના ભાઈ વિરુદ્ધ આઈપીસી ૩૦૨ ની કલમ ઉમેરી તપાસ હાથ ધરી છે.

ઘટના દિવસે બાલકૃષ્ણની પત્ની અને સાળા ટેમ્પા પાછળ બાંધી ૭૦ થી વધુ સ્પીડમાં બરહેમીથી ક્રૂરતા પૂર્વક કોક્ધ્રીતના રોડ પર ઘસડ્યો હતો. જેના કારણે બાલકૃષ્ણ થાપાનો ભાગ અને પીઠના અને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જે સ્થળેથી બાલકૃષ્ણને બાંધ્યો અને જ્યાં સુધી ઘસડ્યો તે ૨૦૦૦ ફૂટના વિસ્તારમાં ૭ કોક્ધ્રીટના મોટા બમ્પ છે.