અગિયાર મહિના બાદ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા વિદ્યાધામો

રાજ્ય સરકારના નિર્ણયને પગલે આજે શહેરભરની શાળાઓમાં ધો.6 થી 8 ના શિક્ષણકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોના ગાઈડલાઈનના ચુસ્તપાલન સાથે વિદ્યાર્થીઓને સેનેટાઈઝર કર્યા બાદ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત શાળા પ્રવેશ વખતે લાઈનમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરાવવામાં આવ્યું હતું. કોરોનાના કારણે છેલ્લા અગીયાર મહિનાથી સુના પડેલા સરસ્વતીઘરો આજે ફરી એક વખત વિદ્યાર્થીઓના કોલાહલ સાથે જીવંત બન્યા હતા. વર્ગખંડોમાં પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે દો ગજ કી દુરી નું પાલન થાય તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ ઘટતા ધો.1 થી 5 ના વર્ગો પણ ઝડપથી શરૂ થાય તેવી આશા રાખીએ.

શાળાઓમાં કોવિડના નિયમો સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સેનેટાઇઝેશન અને માસ્કની પુરી વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો પણ ઉત્સાહ ભેર શાળઓમાં હાજર થયા છે.