મારા પરીવારના સભ્ય છેલ્લીવાર વડાપ્રધાન બન્યા હતા તેને પણ 30 વર્ષ વિતી ચુકયા છે : રાહુલ ગાંધી

વંશવાદના ભાજપના આક્ષેપનો જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસના નેતા

મારા દાદીમાં અને પિતાએ શહીદી વ્હોરી તેનું મને ગૌરવ છે, મારા પિતા અને દાદીમાં વડાપ્રધાન હતા તો હું મારો વૈચારીક સંઘર્ષ બંધ કરી શકુ નહીં
કોંગ્રેસ પર વારંવાર વંશવાદ આચરવાનું આરોપ મુકતા રહેતા ભાજપને આજે ઝડબાતોડ જવાબ આપતા કોંગ્રેસના વરીષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ ટકોર કરી હતી કે, મારા પરિવારના આખરી સભ્ય વડાપ્રધાન બન્યા હતા તેને પણ 30 વર્ષ જેવો સમય પસાર થઇ ગયો છે. હું એક પૂર્વ વડાપ્રધાનનો પુત્ર છું. માત્ર એ કારણે મારી વૈચારીક લડાઇને અટકાવી શકુ નહીં.

શીકાગો યુનિવર્સિટીના પ્રોફેસર દિપેશ ચક્રવતી સાથે મોકળા મને વાતચીત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મને જેટલો ટ્રોલ કરવામાં આવે છે તેનાથી મને વધુ પ્રેરણા મળે છે અને માર્ગદર્શન મળે છે. મારા દાદીમાં ઇન્દીરા ગાંધી અને મારા પિતા રાજીવ ગાંધીએ દેશ અને સીધ્ધાતોનું રક્ષણ કરવા માટે બલીદાનો આપ્યા હતા. એમના બલીદાનોએ મને મારૂ શું સ્થાન છે એ સમજવામાં મદદ કરી છે અને હું એજ કરી રહયો છે. મને મારી લડાઇનો કોઇ અપશોશ નથી કેમ કે, વિચારધારાઓનું યુધ્ધ ચાલી રહયું છે. એક વિચાર ધારા મારા હુમલા કરે છે અને એક વિચાર ધારા મને સજ્જ કરીને મારા સુધારો કરી રહી છે અને આગળ વધારી રહી છે. આ એક ઉત્ક્રાંતીની પ્રક્રિયા છે.

પ્રોફેસર ચક્રવતીએ વંશવાદ અંગે પ્રશ્ર્ન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, છેલ્લે મારા પરીવારના સભ્ય વડાપ્રધાન બન્યા એ પછી 30 વર્ષના વહાણા વહી ગયા છે. મારા પીતા 1984 થી 89 સુધી વડાપ્રધાન હતા. ઇન્દીરાજી અને નહેરુજી પણ વડાપ્રધાન હતા એ કોઇ યુપીએ સરકારના ન હતા અને સિધ્ધાંતો અને વૈચારીક લડાઇ કરી રહયા છીએ. જો મને એવું કરતા રોકવામાં આવે તો પણ અટકવાનો નથી. મારી લડાઇ ચાલુ રહેશે. જે વીચારો મુલ્યવાન છે એ માટે મારો સંઘર્ષ ચાલુ રહેશે.