બ્રિટનમાં કોરોના કેન્ટનું નવુ ઘાતક રૂપ : વિશ્વભરમાં ફરી વળવાની ચેતવણી

વર્તમાન વેક્સિનની અસર નવા રૂપ પર થવાની શક્યતા શુન્ય

બ્રિટનની મહીલા વૈજ્ઞાનીક શેરોન કહે છે કેન્ટ કોરોના વિશ્વને ભરડો લઇ શકે


બ્રિટનમાં અચાનક ઉદભવેલા અને હાહાકાર મચાવતા કોરોના વાઇરસના નવા રૂપ કોરોના કેન્ટ પર વર્તમાન કોઇ રસીની અસર થવાની શક્યતા નથી તેવી ગંભીર ચેતવણી સાથે બ્રિટનની કોવીડ નિષ્ણાંત મહિલા વૈજ્ઞાનીકે આશંકા વ્યકત કરી છે કે કોરોના કેન્ટ નામનો નવો વાઇરસ વિશ્વ ભરમાં ફરી વળશે. જેના કારણે તમામ દેશોએ વધુ સર્તક અને સાવધ રહેવાની જરૂર છે.

કોવીડ-19 જીનોમીક્સ યુકે ક્ધસોર્ટીયમના ડિરેક્ટર અને જાણીતા મહિલા વૈજ્ઞાનીક શેરોન પીકોકે લાલબતી કરી છે કે અત્યારે બ્ર્રિટનમાં ઝડપેલો કેન્ટ કોરોના મ્યુટંટ વધુ ઘાતક દેખાઇ રહ્યો છે. કોવીડ માટે જેટલી રસી બ્રિટનમાં અપાઇ રહી છે તે કોઇ રસી નવા કોરોના વાઇરસ પર કારગર સાબીત થઇ શકી નથી. જેના કારણે બ્રિટનની સરકાર ભારે ચિંતામાં મુકાઇ છે. શેરોને આગાહી કરી છે કે વિશ્ર્વ ભરમાં 23લાખ 50હજાર લોકોના જાન લઇ ચુકેલા કોરોના પર સંર્પુણ વિજય મેળવવામાં બિજા 10 વર્ષ નીકળી શકે છે. અધુરામાં પુરુ નવુ જે રૂપ બહાર આવ્યું છે તેના પર વવેક્સિનની અસર થવાની કોઇ અસર દેખાતી નથી જો આપણે સાવધાની નહીં રાખીએ તો કોરોના કેન્ટ વિશ્ર્વભરમાં પ્રસરી જવાનો ભય છે.વૈજ્ઞાનીકોને વધુ ચિંતા એ વાતની છે કે કેન્ટનામાો વાઇરસ માનવ શરીરની ઇમ્યુનીટીને ખત્મ કરે છે અને તેના પર વેક્શિનની અસર થતી નથી.