રાધિકા મર્ચન્ટની હલ્દીમાં તેનો ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો હતો.અનંત અંબાણી સાથેના લગ્ન પહેલાં તેની હલ્દી આઠમી જુલાઈએ રાખવામાં આવી હતી. આ હલ્દી મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં રાખવામાં આવી હતી.
![અંબાણી પરિવારના આંગણે હલ્દી વિધિમાં દુલ્હન રાધિકા મર્ચન્ટના ડ્રેસ તરફ લોકોનું ધ્યાન આકર્ષાયું … રાધિકા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
રાધિકાએ પહેરેલા ડ્રેસમાં તેનો દુપટ્ટો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ દુપટ્ટો 90 ગલગોટાનાં ફૂલ અને એક હજાર ટગરનાં ફૂલની કળીથી બનાવવામાં આવ્યો હતો.
![અંબાણી પરિવારના આંગણે હલ્દી વિધિમાં દુલ્હન રાધિકા મર્ચન્ટના ડ્રેસ તરફ લોકોનું ધ્યાન આકર્ષાયું … રાધિકા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
રાધિકા મર્ચન્ટના ડ્રેસને મેચ થાય એવી ફલોરલ જવેલરી પણ ખાસ તેના માટે તૈયાર કરવામાં આવી હતી. તેમનાં લગ્ન બાર જુલાઈએ થવાનાં છે.
Visit Saurashtra Kranti E-paper here