હરણી બોટ દુર્ઘટના: બે અધિકારીઓ સામે કરો કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ

હરણી બોટ દુર્ઘટના: બે અધિકારીઓ સામે કરો કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ
હરણી બોટ દુર્ઘટના: બે અધિકારીઓ સામે કરો કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ

હરણી બોટ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિ બદલ સત્ય શોધક સમિતિના અહેવાલ બાદ હાઇકોર્ટનો સપાટો : ફરજમાં બેદરકારી અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા માટે બંને તત્કાલીન કમિશનરો સામે પગલાં લઈને અહેવાલ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ : વિનોદ રાવ હાલ શિક્ષણ સચિવ છે તો એચ.એસ.પટેલ નિવૃત છે

અમદાવાદ : એક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજ્ય સરકારને હરણી બોટ દુર્ઘટના માટે વડોદરાના બે ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનરોને ફરજમાં બેદરકારી અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા માટે જવાબદાર ઠેરતા હોવાથી તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા આદેશ આપ્યો છે. આ બાબતે ગત તા. ૩ જુલાઈના રોજ સુનાવણી થઈ હતી અને આજરોજ તેનો આદેશ જાહેર થયો હતો.

હરણી બોટ દુર્ઘટના: બે અધિકારીઓ સામે કરો કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ દુર્ઘટના

આ વર્ષે 18 જાન્યુઆરીએ હરણી તળાવમાં એક હોડી પલટી ગઈ હતી જેમાં પિકનિકમાં ફરવા આવેલા શાળાના ૧૨ બાળકો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા.

દુર્ઘટના અંગેની પીઆઈએલમાં તેના આદેશમાં, મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલની ખંડપીઠે જણાવ્યું હતું કે શહેરના લેક ઝોનનું સંચાલન કરનાર કંપની કોટિયા પ્રોજેક્ટ બિડિંગ પ્રકિયા માટે સક્ષમ નહોતી અને તેની પ્રોજેક્ટ અને સંચાલન માટે તેની પસંદગીનો કોઈ પ્રશ્ન નહોતો. ઉચ્ચ સરકારી અધિકારીઓની ક્ષતિઓ તપાસવા માટે તેના દ્વારા રચવામાં આવેલી ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીના અહેવાલનો ઉલ્લેખ કરતાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે મનોરંજન પ્રોજેક્ટ માટે બિડિંગ પ્રક્રિયા દરમિયાન સંબંધિત સમયે પોસ્ટ કરાયેલા બે મ્યુનિસિપલ કમિશનરો – એચ.એસ પટેલ અને વિનોદ રાવ તેમની ફરજની બેદરકારી અને તેમના પદના દુરુપયોગ માટે દોષિત જણાય છે. હાલ વિનોદ રાવ શિક્ષણ સચિવ છે તો એચ.એસ.પટેલ નિવૃત અધિકારી છે.

હરણી બોટ દુર્ઘટના: બે અધિકારીઓ સામે કરો કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ દુર્ઘટના

“અમારા હાલનાં અભિપ્રાયમાં, સંબંધિત સમયે કાર્યરત બંને મ્યુનિસિપલ કમિશનરો, ફરજની બેદરકારી અને તેમના પદના દુરુપયોગ માટે દોષિત જણાય છે. કોઈપણ સંજોગોમાં, મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ પ્રક્રિયામાં લાયક બિડર હોવાનું કહી શકાય નહીં અને તેની પસંદગીનો કોઈ પ્રશ્ન નથી,” એમ કોર્ટે અવલોકન કર્યું હતું.

ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના જણાવ્યા મુજબ, પટેલ કે જેઓ 25 ફેબ્રુઆરી, 2015 અને 23 ફેબ્રુઆરી, 2016 વચ્ચે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા હતા તેમના કાર્યકાળ દરમ્યાન કોટિયા પ્રોજેક્ટ્સની બિડને ગંભીર રીતે જોવી જોઈતી હતી. કારણ કે કંપની EOIના પ્રથમ રાઉન્ડમાં ગેરલાયક ઠરી હતી અને જે પછીથી EOI ના બીજા રાઉન્ડમાં ક્વોલિફાય થઈ હતી. કોર્ટે નોંધ્યું કે બંને રાઉન્ડમાં બિડ સબમિટ કરતી વખતે પટેલ ફરજ બજાવતા હતા.

હરણી બોટ દુર્ઘટના: બે અધિકારીઓ સામે કરો કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ દુર્ઘટના

તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ 25 જૂન, 2016 થી 17 જુલાઈ, 2018 ની વચ્ચે કાર્યરત હતા, બિડર્સને તેમના સંબંધિત કામના અંતિમ રૂપરેખા અને કિંમતની બિડ સબમિટ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. બે બિડર્સમાંથી એક, મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીએ તે સમયે બિડિંગ પ્રક્રિયામાંથી ખસી ગઈ હતી.

ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીએ અવલોકન કર્યું હતું કે જ્યારે બે બિડરોમાંથી એક ટેન્ડર પ્રક્રિયામાંથી હટી ગઈ હતી અને બીજી કંપની પહેલા ગેરલાયક ઠરી હતી ત્યારે આ તબક્કે સમગ્ર ટેન્ડરિંગ કવાયતની સમીક્ષા કરીને રદ કરવામાં આવવી જોઈતી હતી અને ટેન્ડર ફરીથી આમંત્રિત કરી શકાય તેમ હતી. જે ટેન્ડરિંગ પ્રક્રિયામાં સંપૂર્ણ ગેરકાયદેસરતા દેખાઈ હતી.

23 સપ્ટેમ્બર, 2016 ના રોજ સ્થાયી સમિતિ સમક્ષ કોટિયા પ્રોજેક્ટ્સને સફળ બિડર તરીકે ક્વોલિફાય કરવા માટે રાવ દ્વારા સબમિટ કરાયેલ દરખાસ્ત પણ ગંભીર રીતે ગેરકાયદેસરતા હતી. અદાલતે નોંધ્યું હતુ કે સ્ટેન્ડિંગ કમિટી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોડી દ્વારા દરખાસ્તની મંજૂરી અનેક પ્રશ્નો ઉભા કરે છે.

હરણી બોટ દુર્ઘટના: બે અધિકારીઓ સામે કરો કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ દુર્ઘટના

કોર્ટે કહ્યું કે અગ્ર સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકારએ “સ્થાયી સમિતિ અને કોર્પોરેશનની જનરલ બોડીની કાર્યશૈલીને ગંભીરતાથી લેવી જોઈએ જેથી આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય.

કોર્ટે ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીનાં અહેવાલમાં એ બાબતનો પણ સખત વાંધો લીધો હતો જેમાં નોંધ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કે સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે સામાન્ય રીતે શહેરી સ્થાનિક સંસ્થાઓમાં અનુસરવામાં આવે છે અને તેથી આ પ્રક્રિયામાં કોઈ ખામી દેખાતી નથી. અદાલતે આ બાબતે કહ્યું હતું કે આ નોંધના આધારે લાગી રહ્યું છેકે આ બાબત ટાંકીને મુદ્દાંને હળવો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવું લાગે છે કે સમિતિ કોટિયા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપવાના મામલે આચરવામાં આવેલી ગેરકાયદેસરતાને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે.

આદેશમાં જણાવવામાં આવ્યું છે કે તપાસ અહેવાલમાંના તારણો અને એડવોકેટ જનરલ દ્વારા રાજ્ય સરકાર વતી આપેલા નિવેદનને ધ્યાનમાં લઈને ભૂલ કરનાર અધિકારીઓ સામે જરૂરી શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાની રહેશે. શિસ્તની કાર્યવાહી કાયદાની યોગ્ય પ્રક્રિયા અપનાવીને તેના તાર્કિક નિષ્કર્ષ પર લાવવામાં આવશે અને તેનું પરિણામ આ અરજીની સુનાવણી દરમિયાન રજૂ કરવાનુ રહેશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here