વૃદ્ધોને વિનામુલ્‍યે ઇલાજ : ૩ કરોડ ઘર : મફત વિજળી : બજેટમાં થઇ શકે છે એલાન

વૃદ્ધોને વિનામુલ્‍યે ઇલાજ : ૩ કરોડ ઘર : મફત વિજળી : બજેટમાં થઇ શકે છે એલાન
વૃદ્ધોને વિનામુલ્‍યે ઇલાજ : ૩ કરોડ ઘર : મફત વિજળી : બજેટમાં થઇ શકે છે એલાન

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં ત્રીજી વખત બનેલી એનડીએ સરકારના બજેટમાં ૨૩ જુલાઈએ રજૂ થનાર ‘મોદી ગેરન્‍ટી’ની છાપ હશે. લોકસભાની ચૂંટણી પહેલા મોદી ગેરંટી સ્‍વરૂપે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોને પૂર્ણ કરવાની વ્‍યવસ્‍થા આ બજેટમાં હશે. જાહેરનામામાં સમાજના વિવિધ વર્ગો માટે જાહેરાતો કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે મોટા વચનો પૂરા કરવા માટે મોદી સરકાર ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં જાહેરાતો કરી શકે છે.

વૃદ્ધોને વિનામુલ્‍યે ઇલાજ : ૩ કરોડ ઘર : મફત વિજળી : બજેટમાં થઇ શકે છે એલાન વિનામુલ્‍યે

વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ એનડીએ ગઠબંધન સરકારની ભાવિ દિશા અને સ્‍થિતિ જણાવશે. આ વખતે જે રીતે સત્તાધારી પક્ષની બેઠકો ઘટી છે તેના પર સૌની નજર છે કે સરકાર બજેટમાં લોકલાડીલા જાહેરાતો કરશે કે નહીં.

વૃદ્ધોને વિનામુલ્‍યે ઇલાજ : ૩ કરોડ ઘર : મફત વિજળી : બજેટમાં થઇ શકે છે એલાન વિનામુલ્‍યે

બજેટમાં આ વચનો પૂરા થઈ શકે છે
આયુષ્‍માન યોજના હેઠળ ૭૦ વર્ષથી વધુ વયના વળદ્ધોને ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર.
૨૦૨૯ સુધી ગરીબો માટે મફત રાશન યોજના, પીએમ આવાસ યોજનામાં ત્રણ કરોડ ઘર.
મફત વીજળી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના.
ત્રણ કરોડ લાખપતિ દીદી
IIT, IIM સહિત નવી શૈક્ષણિક સંસ્‍થાઓની સ્‍થાપના.
ઇકો-ફ્રેન્‍ડલી શહેર વિકાસ, ઇવી ર્ચાજિંગ સ્‍ટેશન.
નેશનલ હાઈવે પર ટ્રક ચાલકો માટે ૧૦૦૦ આરામ ગ્રહો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here