અમેરિકામાં પાર્ટી દરમિયાન સામુહિક ગોળીબાર: બે ના મોત, 19 ઘાયલ

અમેરિકામાં પાર્ટી દરમિયાન સામુહિક ગોળીબાર: બે ના મોત, 19 ઘાયલ
અમેરિકામાં પાર્ટી દરમિયાન સામુહિક ગોળીબાર: બે ના મોત, 19 ઘાયલ

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ જાણે હવે સામાન્ય બનતી જઇ રહી છે જેને લઈને સામાન્ય નાગરિકોની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે. ફરી એક પાર્ટીમાં અંધાધૂંધ ગોળીબારનો છે. જેમાં 2 લોકોનાં મોત થયા છે જ્યારે 19થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.

અમેરિકામાં પાર્ટી દરમિયાન સામુહિક ગોળીબાર: બે ના મોત, 19 ઘાયલ ગોળીબાર

મિશિગન સ્ટેટ પોલીસના અહેવાલ અનુસાર આ ઘટના રવિવારે સવારે બની હતી. મોટાભાગના લોકો ગોળી વાગવાને કારણે ઈજાગ્રસ્ત હતા.અંધાધૂંધ ગોળીબારને પગલે પાર્ટીમાં એકાએક અફરા તફરી મચી ગઇ હતી. મિશિગન અને ડેટ્રોઈટની પોલીસ આ મામલે સંયુક્ત રીતે તપાસ કરી રહી છે.

અમેરિકામાં પાર્ટી દરમિયાન સામુહિક ગોળીબાર: બે ના મોત, 19 ઘાયલ ગોળીબાર

ડેટ્રોઈડ પોલીસે જણાવયું કે હાલમાં આ મામલે ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે અને તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈ રહી છે. અઠવાડિયાના અંત સુધીમાં તેના વિશે રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે.

આ સાથે વધતી જતી ફાયરિંગની ઘટનાઓને પગલે ડેટ્રોઈડ પોલીસ ડિપાર્ટમેન્ટ આ પ્રકારની બ્લોક પાર્ટીઓ મામલે એક નવી રણનીતિ તૈયાર કરવા પર કામ કરી રહી છે .

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here