શેરબજારમાં આગઝરતી તેજી : મહિનામાં 42 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખૂલ્યા

શેરબજારમાં આગઝરતી તેજી : મહિનામાં 42 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખૂલ્યા
શેરબજારમાં આગઝરતી તેજી : મહિનામાં 42 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખૂલ્યા

શેરબજારમાં આગઝરતી તેજીને પગલે નવા ડિમેટ ખાતા સતત વધી રહ્યા છે. જૂન મહિનામાં 42 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખૂલ્યા હતા, જે છેલ્લાં ચાર મહિનામાં સૌથી વધુ છે. આ સાથે કુલ ડિમેટ ખાતાની સંખ્યા 16.2 કરોડ થઈ ગઈ છે, જે મે મહિનાની સરખામણીમાં 4.24 ટકાનો વધારો દર્શાવે છે અને વાર્ષિક ધોરણે 34.66 ટકાનો વધારો દર્શાવે છે.

શેરબજારમાં આગઝરતી તેજી : મહિનામાં 42 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખૂલ્યા મહિના

સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસ લિમિટેડ (CDSL) અને નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NDSL)ના ડેટા 3 મુજબ જૂન-2024માં 42.4 લાખ નવા ડિમેટ ખાતા ખૂલ્યા હતા. મે

-24માં 36 લાખ નવા ખાતા ખૂલ્યા હતા અને ગયા વર્ષે જૂનમાં 23.6 લાખ ખાતા ખૂલ્યા હતા. અત્યાર સુધીમાં આ ચોથી વાર 40 લાખથી વધુ નવા ખાતા એક જ મહિનામાં ખૂલ્યા છે. અગાઉ ડિસેમ્બર 2023, જાન્યુઆરી, 2024, અને ફેબ્રુઆરી-2024માં 40 લાખથી વધુ ડિમેટ ખાતા ખૂલ્યા હતા.

શેરબજારમાં આગઝરતી તેજી : મહિનામાં 42 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખૂલ્યા મહિના

એનલિસ્ટ્સે કહ્યું હતું કે, માર્કેટ સ્થિર છે અને નવી સરકારની રચના સાથે નીતિગત કોઈ ફેરફાર નહીં થાય તેવી આશા સાથે બજારમાં વિશ્વાસ વધ્યો છે. તેને કારણે રોકાણકારો ઈક્વિટી માર્કેટ તરફ આકર્ષાયા છે.

આ ઉપરાંત આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સિઝન ચાલી રહી છે તેને પગલે લોકો ઈક્વિટીમાં તેમનું રોકાણ ડાઈવર્સિફાઈ કરીને વધુ વળતર મેળવવા અને ટેક્સ લાયેબિલિટી ઘટાડવા વિચારી રહ્યા છે. બ્રોકર્સના ડિસ્કાઉન્ટ પણ તેમને આકર્ષી રહ્યા છે.

શેરબજારમાં આગઝરતી તેજી : મહિનામાં 42 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખૂલ્યા મહિના

મજબૂત તેજીનો કરંટ અને તાજેતરના સમયમાં ખૂબ સારું વળતર મળ્યું છે અને મોટા કરેક્શન જોવાયા નથી તે જોતા નવા રોકાણકારો પણ રોકાણ માટે આગળ આવી રહ્યા છે. આથી આગામી સમયમાં વધુ નવા ડિમેટ ખાતા ખૂલશે તેમ એનલિસ્ટ્સ માને છે.

પ્રાઈમરી માર્કેટમાં પણ મોમેન્ટમ જળવાયેલું છે અને વધુ ને વધુ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યૂ ભરવા માટે પણ મોટી સંખ્યામાં નવા ડિમેટ ખાતા ખૂલી રહ્યા છે. અનેક કંપનીઓના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થતા તેનું આકર્ષણ પણ વધ્યું છે.

શેરબજારમાં આગઝરતી તેજી : મહિનામાં 42 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખૂલ્યા મહિના

એક્સિસ સિક્યુરિટીઝના એનલિસ્ટ રાજેશ પાલવિયાએ કહ્યું હતું કે નિફ્ટી બજેટ આસપાસના સમયમાં 25,000ની સપાટી બતાવે તેવી શક્યતા છે. ડિસેમ્બર સુધીમાં નિફ્ટી 28,000નું સ્તર બતાવે તેવી શક્યતા છે.

એચડીએફસી સિક્યુરિટીઝના એનલિસ્ટ દીપક જસાણીએ કહ્યું હતું કે 40 લાખ નવા ડિમેટ ખાતા ખૂલ્યા છે જે તમામ નવા રોકાણકારોના જ હોય તેવું જરૂરી નથી. એક કરતાં વધુ ડિમેટ ખાતા ખોલાવનારા પણ વધી રહ્યા છે. કેટલાક બ્રોકરને ત્યાં અસંતોષ હોવાને કારણે અન્ય બ્રોકરને ત્યાં ડિમેટ ખાતું ખોલાવનારા પણ તેમાં હોઈ શકે છે. છતાં એકંદરે ઈક્વિટી તરફ આકર્ષણ વધી રહ્યું છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here