ઓલિમ્પિક રમવા જતા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કરી વાત..

ઓલિમ્પિક રમવા જતા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કરી વાત..
ઓલિમ્પિક રમવા જતા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કરી વાત..

વડાપ્રધાન મોદીએ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ રહેલ પેરિસ ઓલિમ્પિક 2028માં સામેલ થનારા ભારતીય ખેલાડી સાથે વાત કરી હતી. સાથે સાથે પીએમ મોદીએ ઉત્કૃષ્ટ પર્ફોમન્સની આશા રાખી ભારતીય ખેલાડીઓના દળને શુભકામના પાઠવી હતી. પીએમે દેશવાસીઓને ખેલાડીઓનો ઉત્સાહ વધારવાની અપીલ પણ કરી હતી.

ઓલિમ્પિક રમવા જતા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કરી વાત.. ઓલિમ્પિક

પીએમ મોદીએ પોતાના એકસ એકાઉન્ટમાં એક વિડીયો પણ શેર કર્યો છે. પીએમ મોદીએ આ દરમિયાન બધા ખેલાડીઓ પાસેથી તેમના અનુભવો પણ જાણ્યા હતા. આ દરમિયાન અન્ય અનેક ખેલાડીઓ પણ ઓનલાઈન મોદી સાથે જોડાયા હતા.

ઓલિમ્પિક રમવા જતા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કરી વાત.. ઓલિમ્પિક

તેમાં નીરજ ચોપડા, પી.વી.સંધુ, પ્રિયંકા ગોસ્વામી, મનુ ભાકર જેવા સ્ટાર ખેલાડી હતા. વડાપ્રધાને આ ખેલાડીઓ પાસેથી પણ તેમની તૈયારીને અનુભવ જાણ્યો હતો. પીએમ મોદીએ વિડીયો કોલ દરમિયાન નીરજ ચોપડા પાસેથી ચૂરમાના લાડુની માંગણી કરી કહ્યું હતું- તારું ચૂરમુ હજુ સુધી નથી જેના જવાબમાં નીરજ ચોપડાએ કહેલું- ચૂરમુ લઈને આવશું છેલ્લી વાર ખાંડવાળુ ચુરમુ લાવ્યા હતા, હરિયાણાનું દેશી ઘી અને ગોળનું વધુમાં મોદીએ નીરજને કહ્યું હતું- મારે તારી મમ્મીના હાથનુ ચૂરમું ખાવુ છે.

ઓલિમ્પિક રમવા જતા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કરી વાત.. ઓલિમ્પિક

મેન્સ હોકી સહિત 80 ખેલાડીઓએ કર્યું કવોલિફાઈ: ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિક માટે હજુ સુધી પુરુષ હોકી ટીમ સહિત 80થી વધુ ભારતીય ખેલાડીઓએ કવોલિફાઈ કરી લીધું છે. આ રમતોનું પેરિસ ઉપરાંત ફ્રાન્સના અન્ય 16 શહેરોમાં આયોજન કરવામાં આવશે. આ વખતે ઓલિમ્પિકમાં કુલ 10500 એથલિટસ ભાગ લેશે. તેમાં 32 રમતની 329 સ્પર્ધાઓનું આયોજન થશે. ભારતે ચાર વર્ષ પહેલા ટોકયો ઓલિમ્પિકમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને એક સુવર્ણ સહિત 7 ચંદ્રક જીત્યા હતા.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here