ચેન્નાઇમાં મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભૂંડા હાલ

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચેન્નાઇમાં મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેંકિંગમાં ખુબ જ મોટું નુક્સાન થયુ છે. તેને ચેન્નાઇ ટેસ્ટની શરૂઆત અંક તાલિકામાં પ્રથમ સ્થાનથી કરી હતી અને હાર બાદ ચોથા સ્થાન પર આવી ગઇ છે. ભારતની હારનો સીધો ફાયદો ઇંગ્લેન્ડની ટીમને મળ્યો છે. તે ડબલ્યુટીસી પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગયું છે. ભારતની પાસે હવે ૬૮.૩ ટકા અને ૪૩૦ અંક છે. ત્યાં જ ઇંગ્લેન્ડના ૭૦.૨ ટકા અને ૪૪૨ અંક છે.

૭૦ ટકા અને ૪૨૦ અંકોની સાથે ન્યૂઝીલેન્ડ બીજી સ્થાને છે. ત્યાં જ ૬૯.૨ ટકા અને ૩૩૨ અંક સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. પોઇન્ટ ટેબલ પર બે સ્થાનો પર રહેનારી ટીમો વચ્ચે ફાઇનલ યોજાશે. જૂનમાં લોર્ડ્સમાં રમાનારા ફાઇનલ મેચ માટે ન્યૂઝીલેન્ડ પહેલાથી જ ક્વોલિફાઇ થઇ ચૂક્યું છે.

બીજા સ્થાન માટે ઓસ્ટ્રેલિયા, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીધી જંગ છે. ઓસ્ટ્રેલિયાએ પોતાનો દૃક્ષિણ આફ્રિકા પ્રવાસ કોરોના મહામારીના કારણે ટાળી દૃીધો છે જેનો ફાયદૃો ન્યૂઝીલેન્ડને મળ્યો છે. પ્રવાસ રદ્દ કરવાના કારણે ઓસ્ટ્રેલિયાની નજર ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ સિરીઝ પર છે. ભારત-ઇંગ્લેન્ડની સિરીઝ ઓસ્ટ્રેલિયાનું ભવિષ્ય નક્કી કરશે.

ત્યાં જ ચેન્નાઇ ટેસ્ટ બાદ આઇસીસી તરફથી ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે એક સમીકરણ ટ્વીટ કરવામાં આવ્યું છે. આઇસીસી અનુસાર ભારત ડબલ્યુટીસી ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી શકે છે, પરંતુ તે સિરીઝમાં ઇંગ્લેન્ડને ૨-૧ અથવા ૩-૧થી હરાવી દે.

ત્યાં જ ઇંગ્લેન્ડ માટે જે સમીકરણ બની રહૃાા છે તે અનુસાર, તેને ભારતને ૩-૦, ૩-૧ અથવા ૪-૦થી સિરીઝ જીતવી પડશે. ઓસ્ટ્રેલિયાને જો ફાઇનલમાં પહોંચવું છે. તો તેને એ માનવું પડશે કે ઇંગ્લેન્ડ ભારત વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં એકથી વધુ મેચ ના હારે. ઇંગ્લેન્ડની ટીમ જો ૧-૦, ૨-૦ અથવા ૨-૧થી સિરીઝ જીતે છે તો ઓસ્ટ્રેલિયા ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી શકશે. આ સિવાય સિરીઝ ૧-૧ અથવા ૨-૨થી ડ્રો રહેતા પણ તે ક્વોલિફાઇ કરી શકે છે.