શેરબજારમાં સર્જાયો નવો ઈતિહાસ: સેન્સેકસ 80,000ને પાર …

શેરબજારમાં સર્જાયો નવો ઈતિહાસ: સેન્સેકસ 80,000ને પાર
શેરબજારમાં સર્જાયો નવો ઈતિહાસ: સેન્સેકસ 80,000ને પાર

ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની દોટ વચ્ચે આજે નવો ઈતિહાસ રચાયો હતો અને બીએસઈના સેન્સેકસ ઈતિહાસમાં પ્રથમ વખત 80 હજારની સપાટીને પાર કરી નવી ઉંચાઈએ પહોંચ્યો હતો.

શેરબજારમાં સર્જાયો નવો ઈતિહાસ: સેન્સેકસ 80,000ને પાર ... શેરબજાર

શેરબજાર છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ નવી નવી ઉંચાઈ સર કરી જ રહ્યું છે અને આજે પણ તેજીનો દોર જારી રહેવા સાથે સેન્સેકસ નવા શિખરે પહોંચ્યો હતો. શેરબજારમાં આજે શરૂઆત જ તેજીના ટોને થઈ હતી. વિશ્ર્વબજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ ઉપરાંત ચોમાસાની સંતોષકારક પ્રગતિ હોય તેમ સમગ્ર દેશને કવર કરી લીધાનો રિપોર્ટ, ચાલુ માસમાં જાહેર થનારા કંપનીઓના ત્રિમાસિક પરિણામો અફલાતુન આવવાના આશાવાદ, જીએસટી કલેકશનમાં સતત વૃદ્ધિ, માસાંતે રજુ થનારા સામાન્ય બજેટમાં શ્રેણીબદ્ધ સુધારાના પગલા આવવાના આશાવાદ સહિતના કારણોથી ટ્રેન્ડ તેજીનો બની ગયો હતો.

શેરબજારમાં સર્જાયો નવો ઈતિહાસ: સેન્સેકસ 80,000ને પાર ... શેરબજાર

નાણાં સંસ્થાઓની ધૂમ લેવાલીથી તેજીને ટેકો મળી ગયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે શેરબજાર તેજીના જ ઝોનમાં રહ્યું છે. નવા નવા સાનુકુળ કારણોથી તેજીનો દોર આગળ ધપી રહ્યો છે. કોઈ ગંભીર કારણ વિના માર્કેટ પ્રોત્સાહક જ બની રહે તેમ છે.

શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ઉછાળો રહ્યો હતો. એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતીય એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, સ્ટેટ બેંક જેવા શેરો ઉંચકાયા હતા. રિલાયન્સ, ટીસીએસ, ઈન્ફોસીસ, ટાઈટન જેવા કેટલાક શેરો નબળા હતા.

શેરબજારમાં સર્જાયો નવો ઈતિહાસ: સેન્સેકસ 80,000ને પાર ... શેરબજાર

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 352 પોઈન્ટના ઉછાળાથી 79993 હતો જે ઉંચામાં 80074 તથા નીચામાં 79754 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 159 પોઈન્ટ ઉંચકાઈને 24283 હતો જે ઉંચામાં 24307 તથા નીચામાં 24207 હતો.

શેરબજારમાં સર્જાયો નવો ઈતિહાસ: સેન્સેકસ 80,000ને પાર ... શેરબજાર

બીએસઈમાં 3338 શેરોમાં ટ્રેડીંગ થયુ છે તે પૈકી 2149માં ઉછાળો હતો. 210 શેરો વર્ષની ઉંચાઈએ પહોંચ્યા હતા જયારે 173માં તેજીની સર્કીટ લાગુ પડી હતી. બીએસઈનું માર્કેટકેપ 444.21 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું હતું.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here