રામનગરી અયોધ્યામાં વધુ એક આકર્ષણ ઉમેરવાનું છે તાતા સન્સ દ્વારા અયોધ્યામાં 650 કરોડ રૂપિયાના ખર્ચે મ્યુઝીયમ ઓફ ટેમ્પલ્સ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમ પ્રોજેક્ટનો પ્રસ્તાવ ગયા વર્ષે મુકવામાં આવ્યો હતો જેને તાજેતરમાં ઉત્તર પ્રદેશ કેબીનેટે મંજુરી આપી હતી.
![તાતા સન્સ દ્વારા અયોધ્યામાં રૂા.650 કરોડનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે… અયોધ્યા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સપ્ટેમ્બર 2023માં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. આ મ્યુઝિયમનું નિર્માણ તાતાના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી ફન્ડમાંથી થશે.
![તાતા સન્સ દ્વારા અયોધ્યામાં રૂા.650 કરોડનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે… અયોધ્યા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આ પ્રોજેક્ટ ઉપરાંત તાતા સન્સ 100 કરોડ રૂપિયાના ખર્ચે અયોધ્યામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરશે. રાજ્ય કેબિનેટે લખનઉ, પ્રયાગરાજ અને કપિલવસ્તુમાં હેલીકોપ્ટર સર્વિસ શરૂ કરવા માટેની મંજુરી પણ આપી હતી.
![તાતા સન્સ દ્વારા અયોધ્યામાં રૂા.650 કરોડનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે… અયોધ્યા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
મ્યુઝિયમ પ્રોજેક્ટનો ઉદેશ ભારતના પ્રખ્યાત મંદિરોના ઇતિહાસ અને સ્થાપત્યને હાઇલાઇટ કરવાનો છે જેમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ થશે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા મ્યુઝિયમ માટે 90 વર્ષની લીઝ પર 1 રૂપિયાની ટોકન અમાઉન્ટ પર જમીન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti E-paper here