શું રોજ-રોજ શેમ્પૂથી વાળ ધોવા હિતાવહ છે કે કેમ ? જાણો

શું રોજબરોજ શેમ્પૂથી વાળ ધોવા હિતાવહ છે કે કેમ ? જાણો
શું રોજબરોજ શેમ્પૂથી વાળ ધોવા હિતાવહ છે કે કેમ ? જાણો

કેટલાક લોકો દરરોજ શેમ્પૂ કરતા હોય છે.ગરમી હજુ પણ આકાશમાંથી અગ્નિ વરસાવી રહી છે. આ ભીષણ ગરમીને કારણે અનેક સમસ્યા પણ થઈ રહી છે. ગરમીને કારણે માથાના વાળ પર પણ ખરાબ અસર થઈ રહી છે. તેના લીધે લોકો દરરોજ શેમ્પૂ પણ કરતા હોય છે. પરંતુ દરરોજ શેમ્પૂ કરવાથી જલ્દી ખરાબ થઈ જવાનો પણ ડર રહે છે. જેથી આપણે તે વાત જાણવાનો ટ્રાય કરીશું કે દરરોજ શેમ્પૂ કરી શકાય કે નહીં?

શું રોજ-રોજ શેમ્પૂથી વાળ ધોવા હિતાવહ છે કે કેમ ? જાણો શેમ્પૂ

ગરમીમાં પરસેવો પણ વધુ નીકળે છે. તેના કારણે છિદ્ર ખુલી જાય છે. વધુ પરસેવો નીકળવાથી માથાના વાળ જલ્દી ડ્રાઈ અને ડલ લાગવા લાગે છે. આ સાથે ડેન્ડ્રફની સમસ્યા પણ વધી જાય છે. ગરમીમાં આ બધી સમસ્યાના કારણે લોકો દરરોજ શેમ્પૂ કરે છે. પરંતુ સાથે એ પણ ટેન્શન રહે છે કે દરરોજ શેમ્પૂ કરવાથી વાળમાંથી કુદરતી નિખાર જતો તો નહીં રહે ને ?અને તે સુષ્ક તો નહીં થઈ જાય ને?

શું રોજ-રોજ શેમ્પૂથી વાળ ધોવા હિતાવહ છે કે કેમ ? જાણો શેમ્પૂ

દરરોજ માથામાં શેમ્પૂ કરવું જોઈએ કે નહીં,તે અનેક બાબતો નિર્ભર કરે છે. જેમાં તમારા માથાના વાળનો પ્રકાર, સ્કેલ્પથી જોડાયેલ સમસ્યા અને ઋતુ પણ સામેલ હોય છે. તે વાતમાં પણ દમ છે કે, દરરોજ શેમ્પૂ કરવાથી સ્કેલ્પનું નેચરલ ઓઇલ ઘટી જાય છે. અને ડ્રાય સ્કેલ્પની સમસ્યા થઈ શકે છે. તેની અસર વાળના ટેક્સચર પર પણ પડે છે.

શું રોજ-રોજ શેમ્પૂથી વાળ ધોવા હિતાવહ છે કે કેમ ? જાણો શેમ્પૂ

જો તમારે વાળને સુરક્ષિત રાખવા હોય તો પોતાના હેર ટાઇપના મુજબનું શેમ્પૂ પસંદ કરવું. જો તમે દરરોજ શેમ્પૂ કરવા ઈચ્છો છો તો ડેઇલી કેર શેમ્પૂ વાપરો. તેનાથી વાળને નુકશાન નથી થતું. વાળ ડેમેજ ના થાય તે માટે સાથે માઈલ્ડ ક્લિંજર વાપરો. જો તમારા વાળ વધુ પડતાં ડ્રાય હોય તો જ મોઈસ્ચરાઈઝિંગ શેમ્પૂ યુઝ કરો. આ સિવાય ગરમીમાં મોઈસ્ચરાઈઝિંગનો ઉપયોગ ન કરો.

શું રોજ-રોજ શેમ્પૂથી વાળ ધોવા હિતાવહ છે કે કેમ ? જાણો શેમ્પૂ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here