કામના સમાચાર : એસી,ટીવી અને ફ્રિજનોનો વોરંટી પિરિયડ ખરીદ્યા બાદ નહીં પરંતુ ઈન્સ્ટોલ કર્યા બાદ શરૂ થશે…

કામના સમાચાર : એસી,ટીવી અને ફ્રિજનોનો વોરંટી પિરિયડ ખરીદ્યા બાદ નહીં પરંતુ ઈન્સ્ટોલ કર્યા બાદ શરૂ થશે..
કામના સમાચાર : એસી,ટીવી અને ફ્રિજનોનો વોરંટી પિરિયડ ખરીદ્યા બાદ નહીં પરંતુ ઈન્સ્ટોલ કર્યા બાદ શરૂ થશે..

ટીવી, ફ્રીઝ, એસી સહિત ઘરેલુ ઉપયોગના તમામ ઈલેકટ્રોનિક એપ્લાયન્સીઝની વોરંટીના મામલામાં વધતી ફરિયાદોને જોતા સરકારે સકંજો કસવો શરૂ કરી દીધો છે. ક્ન્ઝયુમર્સ અફેર્સ મિનિસ્ટ્રી એ તૈયારીમાં છે કે ઈલેકટ્રોનિક ઉપકરણની ખરીદની તારીખના બદલે તેને ઈન્સ્ટોલ કરનારી તારીખથી તેનો વોરંટી પિરિયડ શરૂ થાય. આ બાબતે મિનિસ્ટ્રીએ કંપનીઓને 15 દિવસમાં પોતાનો અભિપ્રાય મોકલવાનું કહ્યું છે.

કામના સમાચાર : એસી,ટીવી અને ફ્રિજનોનો વોરંટી પિરિયડ ખરીદ્યા બાદ નહીં પરંતુ ઈન્સ્ટોલ કર્યા બાદ શરૂ થશે... વોરંટી

મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરનારી સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટી (સીસીપીએ)એ કંપનીઓની સાથે બેઠક કરી હતી. કન્ઝયુમર્સ (અફેર સેક્રેટરી અને સીસીપીએની ચીફ કમિશ્નર નિધિ ખરેની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી.તેમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે, કંપનીઓ ખરીદીની તારીખથી જ વોરંટીની પીરિયડની શરૂઆત માની લે છે પણ ખરેખર તો એ દિવસથી વોરંટી પિરિયડની ગણતરી થવી જોઈએ જયારે ઈન્સ્ટોલેશન થયુ હોય.

કામના સમાચાર : એસી,ટીવી અને ફ્રિજનોનો વોરંટી પિરિયડ ખરીદ્યા બાદ નહીં પરંતુ ઈન્સ્ટોલ કર્યા બાદ શરૂ થશે... વોરંટી

કયા કયા ઉપકરણોને લાગુ પડશે નિયમો
ઈલેકટ્રોનિક ઉપકરણો સામાન્ય રીતે બે પ્રકારના હોય છે આયર્ન પ્રેસ (ઈસ્ત્રી), માઈક્રોવેવ વગેરે એવા ઉપકરણો હોય છે જેમાં ઈન્સ્ટોલેશનની જરૂર નથી હોતી પણ ફ્રીઝ, એસી જેવા ઉપકરણોમાં ઈન્સ્ટોલેશનની જરૂર પડે છે.

કામના સમાચાર : એસી,ટીવી અને ફ્રિજનોનો વોરંટી પિરિયડ ખરીદ્યા બાદ નહીં પરંતુ ઈન્સ્ટોલ કર્યા બાદ શરૂ થશે... વોરંટી

પ્રોડકટ ખરીદતા પહેલા ડિટેલ મળે
સીસીપીએના ચીફ કમિશ્નરે કહ્યું હતું કે, ગ્રાહકોને એ સ્પષ્ટતાથી જણાવવું જોઈએ કે વોરંટી પીરિયડ કયારથી શરૂ થશે, એમ ન થવું જોઈએ કે પ્રોડકટ ખરીદયા બાદ તેને તેની ડિટેલ મળે. સાથે સાથે કંપનીઓએ ભારતમાં પણ ગ્લોબલ બેસ્ટ પ્રેકિટસનું પાલન કરવું જોઈએ. કંપનીઓએ ગ્રાહકોની ફરિયાદ પર તરત ધ્યાન આપવું જોઈએ.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here