ગરમીલેણ ગરમી \ હજ દરમ્‍યાન અત્‍યાર સુધીમાં ૯૯૨ લોકોના મોતઃ ભારતીયો પણ સામેલ

ગરમીલેણ ગરમી\હજ દરમ્‍યાન અત્‍યાર સુધીમાં ૯૯૨ લોકોના મોતઃ ભારતીયો પણ સામેલ
ગરમીલેણ ગરમીહજ દરમ્‍યાન અત્‍યાર સુધીમાં ૯૯૨ લોકોના મોતઃ ભારતીયો પણ સામેલ

સક્ષમ હોય તેવા દરેક મુસ્‍લિમ માટે હજ પર જવું ફરજિયાત છે. હજ ૨૦૨૪ દરમિયાન વિશ્વભરમાંથી લાખો મુસ્‍લિમો સાઉદી અરેબિયા પહોંચ્‍યા હતા. પરંતુ ભારે ગરમીના કારણે અહીં સેંકડો લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, ૯૯૨ થી વધુ લોકોના મોત થયા છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં સાઉદી સરકાર ઉપર પસ્‍તાળ પડી છે. અધિકારીઓએ બુધવારે જણાવ્‍યું હતું કે લોકો તેમના પ્રિયજનોના મૃતદેહોને એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાઉદી અરેબિયાએ હજ દરમિયાન ગરમીના કારણે થયેલા મૃત્‍યુની સંખ્‍યા અંગે કોઈ ટિપ્‍પણી કરી નથી અને ન તો મૃત્‍યુનું કારણ જાહેર કર્યું છે. જો કે, સેંકડો લોકો મક્કા નજીક અલ-મુઆસમમાં કટોકટી સંકુલમાં લાઇનમાં ઉભા હતા, તેમના ગુમ થયેલા પરિવારના સભ્‍યો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ગરમીલેણ ગરમી હજ દરમ્‍યાન અત્‍યાર સુધીમાં ૯૯૨ લોકોના મોતઃ ભારતીયો પણ સામેલ હજ

ઓનલાઈન પ્રસારિત કરાયેલી યાદી દર્શાવે છે કે પાંચ દિવસની હજ દરમિયાન ઓછામાં ઓછા ૯૦૦ લોકોના મોત થયા છે. આ હજયાત્રામાં વિશ્વભરમાંથી ૧૮ લાખ મુસ્‍લિમોએ ભાગ લીધો હતો. આ દરમિયાન આકરી ગરમી જોવા મળી હતી. સોમવારે, ઇસ્‍લામના સૌથી પવિત્ર શહેર મક્કામાં તાપમાન ૫૧.૮ ડિગ્રી સેલ્‍સિયસ પર પહોંચી ગયું હતું. સમાચાર એજન્‍સી એએફપીના અહેવાલ અનુસાર, એક આરબ રાજદ્વારીએ જણાવ્‍યું કે એકલા ઇજિપ્તના ઓછામાં ઓછા ૬૦૦ લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા આ સંખ્‍યા ૩૦૦ હતી. અલગ-અલગ દેશો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો એએફપીએ જણાવ્‍યું કે અત્‍યાર સુધીમાં ૯૯૨ લોકોના મોત થયા છે.

ગરમીલેણ ગરમી હજ દરમ્‍યાન અત્‍યાર સુધીમાં ૯૯૨ લોકોના મોતઃ ભારતીયો પણ સામેલ હજ

સાઉદી અરેબિયાના એક રાજદ્વારીએ જણાવ્‍યું કે હજ યાત્રા દરમિયાન ૬૮ ભારતીય નાગરિકોના મોત થયા છે. નામ ન આપવાની શરતે બોલતા એક અધિકારીએ જણાવ્‍યું હતું કે કેટલાકના મોત કુદરતી કારણોસર થયા છે. ઘણા વૃદ્ધ યાત્રાળુઓ હતા. અમારું અનુમાન છે કે આ હવામાનને કારણે થયું છે. નામ જાહેર ન કરવાની શરતે એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરનાર એક ડાઙ્ઘક્‍ટરે જણાવ્‍યું હતું કે સૂચિ અસલી હોવાનું જણાય છે. ઇજિપ્ત ઉપરાંત, જોર્ડન, ઇન્‍ડોનેશિયા, ઇરાન, સેનેગલ, ટ્‍યુનિશિયા અને ઇરાકના સ્‍વાયત્ત કુર્દિસ્‍તાન ક્ષેત્રમાં પણ મૃત્‍યુની પુષ્ટિ કરવામાં આવી છે, જો કે ઘણા કિસ્‍સાઓમાં અધિકારીઓએ કારણ સમજાવ્‍યું નથી.

ગરમીલેણ ગરમી હજ દરમ્‍યાન અત્‍યાર સુધીમાં ૯૯૨ લોકોના મોતઃ ભારતીયો પણ સામેલ હજ

ફેસબુક અને અન્‍ય સોશિયલ મીડિયા નેટવર્ક ગુમ થયેલા લોકોના ફોટોગ્રાફસથી છલકાઈ ગયા છે. લોકોને કોઈ માહિતી હોય તો માહિતી આપવા કહેવામાં આવી રહ્યું છે. હજ એ ઇસ્‍લામના પાંચ સ્‍તંભોમાંથી એક છે અને તમામ મુસ્‍લિમો માટે જરૂરી છે. ઇસ્‍લામિક કેલેન્‍ડર ગ્રેગોરિયન કેલેન્‍ડરથી અલગ છે અને દર વર્ષે બદલાય છે. ગયા મહિને પ્રકાશિત થયેલા સાઉદી અધ્‍યયન અનુસાર, પ્રદેશનું તાપમાન દર દાયકામાં ૦.૪ ડિગ્રી સેલ્‍સિયસ વધી રહ્યું છે. ભૂતકાળમાં પણ સાઉદીમાં હજ દરમિયાન નાસભાગ જેવી ઘટનાઓમાં હજારો લોકોના મોત થયા છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here