કચ્છમાં આવેલું ઘુડખર અભયારણ્ય જૈવિક વિવિધતાથી સંપન્ન છે…

કચ્છનું નાનું રણ એ એક ક્ષાર કળણ છે જે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કચ્છના મોટા રણની બાજુમાં આવેલું છે.ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલું અભયારણ્ય છે. તે 4954 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે.આ અભયારણ્ય એ ભારતીય જંગલી ગધેડા એટલે કે ઘુડખરનું વિશ્ર્વનું અંતિમ આશ્રય સ્થળ છે. તેમના સંવર્ધન માટે આ સ્થાનને ભારતીય ઘુડખર અભયારણ્ય જાહેર કરાયું છે.

કચ્છમાં આવેલું ઘુડખર અભયારણ્ય જૈવિક વિવિધતાથી સંપન્ન છે… ઘુડખર

આ ક્ષેત્ર દુષ્કાળગ્રસ્ત અને અત્યંત શુષ્ક હોવા છતાં જૈવિક વિવિધતાથી સંપન્ન છે. આ ક્ષેત્ર ઘણા સ્થાનીય અને સ્થળાંતર કરનારા જળપક્ષીઓ જેમકે ક્રોંચ, બતક, બગલા, પેલીકન, સૂરખાબ અને જમીન પરના પક્ષીઓ જેમકે ગ્રાઉસ, ફ્રેંકોલીન અને ભારતીય બસ્ટર્ડ જેવા પક્ષીઓનું નિવાસ સ્થાન છે.

કચ્છમાં આવેલું ઘુડખર અભયારણ્ય જૈવિક વિવિધતાથી સંપન્ન છે… ઘુડખર

આ સ્થળ ઘુડખર સિવાય પણ ઘણા અન્ય સસ્તનો જેમ કે ભારતીય શિયાળ , લાલ શિયાળ કે રણનું શિયાળ અને નિલગાયનું આશ્રયસ્થાન છે. આ ક્ષેત્રને વન વિભાગ દ્વારા જીવાવરણ સંવર્ધન ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે જેમાં ઉષ્ણ કટિબંધીય અને કિનાર પટ્ટીના પ્રદેશના પર્યાવરણનો સમાવેશ થાય છે.

કચ્છમાં આવેલું ઘુડખર અભયારણ્ય જૈવિક વિવિધતાથી સંપન્ન છે… ઘુડખર

આ ક્ષેત્રને યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી પરિયોજના માનવ અને જીવાવરણ (ખફક્ષ ફક્ષમ ઇશજ્ઞતાવયયિ-ખઅઇ) હેઠળ સમાવાયું છે. આ પરિયોજના હેઠળ અહીંના જીવાવરણના વૈવિધ્યનું સંવર્ધન, સંશોધન, નિરીક્ષણ અને અવિનાશી વિકાસ યોજના હાથ ધરવામાં આવશે. આ પરિયોજના યુનેસ્કોને મોકલાઈ છે અને તેની સૂચિમાં શામેલ પણ કરાઈ છે.

કચ્છમાં આવેલું ઘુડખર અભયારણ્ય જૈવિક વિવિધતાથી સંપન્ન છે… ઘુડખર

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here