સંયુક્ત કિસાન મોરચાએ બે નેતાઓને સસ્પેન્ડ કર્યા, ટ્રેક્ટર પરેડ રૂટ ઉલ્લંઘનનો આરોપ

તપાસ માટે બનાવાઇ કમિટી

કૃષિ કાનૂનો વિરૂદ્ધ દિલ્હી બોર્ડર પર આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ ૨૬ જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રેક્ટર રેલી નિકાળી હતી. પરંતુ આ રેલી દરમિયાન હંગામો થઈ ગયો. રેલીમાં સામેલ પ્રદર્શનકારીઓનો એક જૂથ લાલ કિલ્લા પહોંચી ગયો અને ત્યાં પોતાનો ઝંડો લહેરાવી દીધો, જ્યારે તેનાથી પહેલા દિલ્હીના પર ખેડૂતોની પોલીસ સાથે અથડામણ પણ થઈ. દિલ્હી પોલીસનો દાવો છે કે, ટ્રેક્ટર પરેડમાં સામેલ પ્રદર્શનકારીઓએ નક્કી રૂટનું પાલન કર્યું નહતું. જેના કારણે અવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. હવે સંયુક્ત કિસાન મોરચાએ આ મામલામાં બે ખેડૂત નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.

સંયુક્ત કિસાન મોરચાએ ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ દરમિયાન નક્કી રૂટનો ઉલ્લઘંન કરવા માટે બે ખેડૂત નેતાઓને આઝાદ કિસાન સમિતિના અધ્યક્ષ હરપાલ સંઘ અને ભારતીય કિસાન યૂનિયન (ક્રાંતિકારી)ના સુરજીતસિંહ ફૂલેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે જ સંયુક્ત કિસાન મોરચાએ એક ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે, જે આરોપોની તપાસ કરશે. હરપાલસિંહે પોતાના સસ્પેન્સરની પુષ્ટિ કરી છે.