વડાપ્રધાન મોદીને 28 વાનગીઓ ફૂડ ટેસ્ટ બાદ ચા નાસ્તા સહીત પીરસાય છે…

વડાપ્રધાન મોદીને 28 વાનગીઓ ફૂડ ટેસ્ટ બાદ જ ચા નાસ્તા પીરસાય છે...
વડાપ્રધાન મોદીને 28 વાનગીઓ ફૂડ ટેસ્ટ બાદ જ ચા નાસ્તા પીરસાય છે...

લોકસભાની ચૂંટણી સમયે વડાપ્રધાને ગુજરાતની ઘણી વખત મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીની ગુજરાતમાં હાજરી હોય ત્યારે તેમની સુરક્ષામાં કોઈ જ ચુક રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. સંપૂર્ણ પ્રોટોકોલ એસપીજી તૈયાર કરતી હોય છે.એનએસજી અને સ્થાનિક પોલીસ સહિત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સ્નિફર ડોગ સ્કવોડ પર તૈનાત રાખવામાં આવતી હોય છે. ઉપરાંત, વડાપ્રધાનના ભોજન અને ચા-નાસ્તામાં પીરસાતી વાનગીઓની પણ ખાસ તપાસ કરવામાં આવતી હોય છે. વડાપ્રધાન જે વસ્તુ આરોગે તે પહેલાં તેના પર 28 ટેસ્ટ ગુજરાત એફએસએલની ટીમ કરતી હોય છે.

વડાપ્રધાન મોદીને 28 વાનગીઓ ફૂડ ટેસ્ટ બાદ ચા નાસ્તા સહીત પીરસાય છે… વડાપ્રધાન

વડાપ્રધાનનું મોડીરાત્રે અમદાવાદ આગમન થાય તો સાંજનું ભોજન કરીને જ તેઓ આવતા હોય છે. રાજભવન ખાતે સવારે છ વાગ્યે વડાપ્રધાન ચા-નાસ્તો કરવાનો હોય તો સવારે ત્રણ વાગ્યાની એફએસએલની ટીમના બે સભ્યો રાજભવન પહોંચી જઈને તમામ વસ્તુઓનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરીને તેને વધુ ટેસ્ટ માટે લેબ પર લઈ આવે છે. ત્યારે બીજા બે સભ્યો રાજભવન પહોંચી જતા હોય છે.લેબમાં 28 પ્રકારના ટેસ્ટ થયા બાદ તેનો રિપોર્ટ તૈયાર થાય અને બે જવાબદાર અધિકારીઓની સહી થાય ત્યારબાદ જ ચા-નાસ્તો એસપીજી વડાપ્રધાનને પીરસવાની મંજુરી આપે છે.

વડાપ્રધાન મોદીને 28 વાનગીઓ ફૂડ ટેસ્ટ બાદ ચા નાસ્તા સહીત પીરસાય છે… વડાપ્રધાન

આવી જ રીતે ભોજનમાં પીરસાતી વાનગીનું ટેસ્ટીંગ કરવામાં આવતું હોય છે. વડાપ્રધાન માટે જે રસોઈ બનાવવાની હોય તેના માટે કરિયાણું અને શાકભાજી ખરીદવા માટે પણ કૂક સાથે સ્થાનિક પોલીસ, ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારી અને એસપીજીનો એક અધિકારી જતો હોય છે. કાચા કરિયાણાની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે.

વાનગીનું લીસ્ટ
વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હોય ત્યારે મોટાભાગે તેમનું બપોરનું અને સાંજનું જમવાનું રાજભવન ખાતે જ હોય છે. તેમને જમવામાં શું પીરસવું તેની 13 વાનગીનું લીસ્ટ તૈયાર જ હોય છે. તેના બહારની કોઈપણ ચીજ તેમને પીરસવામાં આવતી નથી. આ તમામ ખાદ્યચીજો ચેક થયા બાદ જ પીરસવામાં આવે છે.
ટેસ્ટ
વડાપ્રધાનના ભોજનમાં જે વાનગી પીરસવામાં આવે છે તેમાં લેડ, સાઈનાઈડ, નાઈટ્રેટ, સ્ટીકનિંગ, બ્રસીન, ધતુરા જેવા પદાર્થોની ઉપસ્થિતિ છે કે નહીં તેનું ટેસ્ટીંગ કરવામાં આવે છે. ભોજન કે નાસ્તો તૈયાર થાય ત્યારે સ્થળ પર ત્રણ પ્રકારના ટેસ્ટ થાય છે. કુલ 28 પ્રકારના ટેસ્ટ લેબોરેટરીમાં કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here