છાત્રાઓને આપવામાં આવશે ફ્રી સેનેટરી પેડ

છાત્રાઓને આપવામાં આવશે ફ્રી સેનેટરી પેડ
છાત્રાઓને આપવામાં આવશે ફ્રી સેનેટરી પેડ

પીરિયડ્સ દરમિયાન વિદ્યાર્થીનીઓને શાળા દ્વારા પરીક્ષામાં કેટલીક સુવિધા આપવી જોઈએ તેમ જણાવી શિક્ષણ મંત્રાલયે 10 અને 12 બોર્ડની પરીક્ષા વખતે તમામ પરીક્ષા કેન્દ્રોએ કન્યાઓને જરૂરી બ્રેક તેમજ ફ્રી સેનેટરી પેડની સુવિધા આપવાની સલાહ આપી છે. આમ આ એક અતિ મહત્વની એડવાઈઝરીથી તમામ વિદ્યાર્થીઓને લાભ થશે.

છાત્રાઓને આપવામાં આવશે ફ્રી સેનેટરી પેડ ફ્રી સેનેટરી પેડ

શિક્ષણ મંત્રાલયનાં જણાવ્યા મુજબ માસીક ધર્મ વખતે સ્વચ્છતાની જાળવણી કન્યાના એકંદર આરોગ્યનું મહત્વનું પાસું છે. વિદ્યાર્થીનીના શૈક્ષણીક પર્ફોમન્સમાં આ બાબત આડે આવવી જોઈએ નહિં.

છાત્રાઓને આપવામાં આવશે ફ્રી સેનેટરી પેડ ફ્રી સેનેટરી પેડ

મંત્રાલયે તમામ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોની શાળાઓ, સીબીએસઈ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (કેવીએસ) અને નવોદય વિદ્યાલય સમિતિ માટે એડવાઈઝરી જારી કરી છે.મંત્રાલયના જણાવ્યા મુજબ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાના તમામ કેન્દ્રો પર ફ્રી સેનેટરી પેડ ઉપલબ્ધ હોવા જરૂરી છે. વિદ્યાર્થીઓને માસીક ધર્મને કારણે જરૂર જણાય તો રેસ્ટરૂમ, બ્રેક લેવાની પરવાનગી આપવી જોઈએ જેથી તે પરીક્ષામાં સારી રીતે ધ્યાને કેન્દ્રીત કરી શકે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here