હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વધુ એક આગાહી મધ્ય-દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદનું આગમન:પાંચ દિવસ સુધીની કરાઈ આગાહી

ખુશીના સમાચાર / દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું
ખુશીના સમાચાર / દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું

ગુજરાતમાં આજથી 6 દિવસ હળવાથી મધ્ય વરસાદની હવામાનની આગાહી છે.આવતી કાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસશે. આજથી આગામી 6 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. તો આગામી બે દિવસ દમન દાદરા નગર હવેલી,વલસાડ, નવસારી, ડાંગ,છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું આગમન થશે. ચોથા દિવસે અરવલી,મહીસાગર,ગાંધીનગર,અમદાવાદ સહીત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે.વરસાદ સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે રહેશે. સાથે જ આગામી પાંચ દિવસ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થશે.સવારથી આજે જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ આગમન થતા લોકોમા ખુશીનો માહોલ છે. પંચમહાલ, વલસાડ, છોટાઉદેપુરમાં વરસાદ આવતા ઠંડક અનુભવાઈ છે.

8 જૂન આ જિલ્લાઓમાં વરસાદ વરસશે
પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી

તા.9 જૂન આ જિલ્લાઓમાં વરસાદ વરસશે
ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી

તા.10 જૂન આ જિલ્લાઓમાં વરસાદ વરસશે
દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી

તા.11 જુન આ જિલ્લાઓમાં વરસાદ વરસશે
અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી

તા.12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.

ખેડૂતો માટે અંબાલાલ પટેલની સલાહ

અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે.7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.