મુંબઈનાં દરિયા નીચે 394 મીટરનું ખોદકામ બુલેટ ટ્રેન માટે કરાયું

મુંબઈનાં દરિયા નીચે 394 મીટરનું ખોદકામ બુલેટ ટ્રેન માટે કરાયું
મુંબઈનાં દરિયા નીચે 394 મીટરનું ખોદકામ બુલેટ ટ્રેન માટે કરાયું

દેશની પહેલી અંડર વોટર ટનલનું કામ થઈ રહ્યું છે.આ ટનલ અમદાવાદ – મુંબઈને જોડતી 3.3 કિ.મી.ની બનવાની છે

અમદાવાદ મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેકટમાં દેશની પહેલી અન્ડર વોટર ટનલ દરીયા નીચે તૈયાર કરાઈ રહી છે.21 કિલોમીટર લાંબી ટનલ બીકેસી અને શીલફાટા વચ્ચે બનાવા જઈ રહી છે. 26 મીટર ઉંડી ઢાળ ધરાવતી ટનલ સૌથી અત્યાધુનિક ઓસ્ટ્રિયન ટનલીંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવી રહી છે.

દેશની આ પહેલી અન્ડર વોટર ટનલ બનવા જઈ રહી છે. જમીનથી બુલેટ ટ્રેનને દરીયામાં નીચે લઈ જવા માટે 26 મીટર ઉંડો ઢાળ આવશે આ 36 મીટર ઉંડી ઢાળ ધરાવતી ઓસ્ટ્રીયન ટનલીંગ પદ્ધતિ દ્વારા બોગદાનું ખોદકામ થઈ રહ્યું છે.

ખોદકામનું કામ 6 ડીસેમ્બર 2023 ના રોજ શરૂ કરાયું હતું. જેમાં 394 મીટરની સંપૂર્ણ લંબાઈ છે. અલગ અલગ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ 27,513 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને કુલ 214 નિયંત્રીત વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. સલામત ખોદકામ સુનિશ્ર્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરનાં ઉપકરણોનો ઉપયોગ કરાયો હતો.

મહારાષ્ટ્રનાં મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી શિલફાટા સુધી અંદાજે 21 કિલોમીટર લાંબી ટનલ અને તેને સંબંધીત બાંધકામની પ્રવૃતિ ઝડપથી આગળ ધપી રહી છે. આ બોગદાનો આશરે 7 કિલોમીટર વિસ્તાર ઘણો કીક ખાતે દરીયાની નીચે હશે.દેશમાં બનનારી આ પ્રકારની આ પહેલી ટનલ છે. બાંદ્રા કુર્લા કોમ્પલેકસ વિહોલી અને સાવલીમાં નિર્માણધીન ત્રણ શીફટ મારફતે 16 કિલોમીટર લાંબી ટનલનાં નિર્માણની કાર્યવાહી ચાલી રહી છે.

ટનલ આ પ્રકારની હશે

આ ટનલ 21 કિલોમીટર લાબુ બોગદુ એક જ ટયુબ બોગદુ હશે જેમાં અપ એન્ડ ડાઉન એબ કે ટ્રેક સમાવવામાં આવશે. આ બોગદાનાં કટર હેડસવાળા ટનલ બોરીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.સામાન્ય રીતે મેટ્રો પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા શહેરી બોગદા માટે 6-6 મીટર વ્યાસનાં કટ્ટર કેડસનો ઉપયોગ થાય છે. કારણ કે આ બોગદામાં માત્ર એકજ ટે્રકનો ઉપયોગ થાય છે.