ચૂંટણીના ગરમાવા વચ્ચે વાતાવરણ પણ ગરમાશે- દેશના અનેક રાજ્યોમાં હીટવેવ એલર્ટ જાહેર-જાણીયે કેવું રહેશે હવામાન ?

ચૂંટણીના ગરમાવા વચ્ચે વાતાવરણ પણ ગરમાશે- દેશના અનેક રાજ્યોમાં હીટવેવ એલર્ટ જાહેર જાણીયે કેવું રહેશે હવામાન ?
ચૂંટણીના ગરમાવા વચ્ચે વાતાવરણ પણ ગરમાશે- દેશના અનેક રાજ્યોમાં હીટવેવ એલર્ટ જાહેર જાણીયે કેવું રહેશે હવામાન ?

લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે દેશના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ભારતના ઘણા રાજ્યો ભારે ગરમીની ઝપેટમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 4 જૂને ચૂંટણીના પરિણામની ઉત્સાહ વચ્ચે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, દિલ્હી અને ઓડિશાના કેટલાક ભાગોમાં ગરમીનું જોર યથાવત રહેવાની સંભાવના છે. તેમજ બીજી બાજુ કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં ચોમાસાનો વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

દિલ્હીમાં આ દિવસોમાં અત્યંત ગરમી છે અને દિવસનું તાપમાન 43 ડિગ્રીથી પણ ઉપર જવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિલ્હીમાં કાળઝાળ તડકા સાથે ઝરમર વરસાદની પણ આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.

આ સિવાય દક્ષિણ ગુજરાત,દક્ષિણ મધ્ય પ્રદેશ,હરિયાણા,પંજાબ અને પશ્ચિમ હિમાલયમાં હળવો વરસાદ થઈ શકે છે.જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઓડિશા, હિમાચલ પ્રદેશ,પંજાબ, હરિયાણા, દિલ્હી,રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના વિવિધ વિસ્તારોમાં ગરમીની લહેર આવવાની પણ સંભાવનાઓ છે.