અરરર….રાત્રે ચાલતી સેન્ટ્રો કાર અગનગોળો બની અને કાર બેઠેલા 3 થી વધુ લોકો બળીને ખાખ થયાં-હવે આ કોની બેદરકારી ?

અરરર....રાત્રે ચાલતી સેન્ટ્રો કાર અગનગોળો બની અને કાર બેઠેલા 3 થી વધુ લોકો બળીને ખાખ થયાં-હવે આ કોની બેદરકારી ?
અરરર....રાત્રે ચાલતી સેન્ટ્રો કાર અગનગોળો બની અને કાર બેઠેલા 3 થી વધુ લોકો બળીને ખાખ થયાં-હવે આ કોની બેદરકારી ?-

જાની અને ભોલા વચ્ચે દિલ્હીથી હરિદ્વાર જતી સેન્ટ્રો કાર સિસૌલા બુર્દ ગામ પાસે કારમાં એકાએક આગ લગતા મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી.ગઈકાલે રોડ પર ચાલતી કાર રાત્રે અગનગોળો બની ગઈ હતી. તેમાં સવાર 4 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા.

આ અંગે મળતી વિગત મુજબ જાની અને ભોલા વચ્ચે દિલ્હીથી હરિદ્વાર જતી સેન્ટ્રો કાર સિસૌલા બુર્દ ગામ પાસે ચાલતી કારમાં એકાએક આગ લાગી હતી. જેમાં કારમાં સવાર ચાર લોકોના જીવતા બળી જવાથી મોત નિપજ્યા હતા.જે અંગે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિત ઘટનાસ્થળે પહોંચી હતી.તેમજ ફાયર કર્મીઓ દ્વારા ઘણી જહેમત ઉઠાવ્યા બાદ આગને કાબુમાં લીધી હતી. આગ બુઝાયા બાદ કારની તપાસ કરતા મૃતકોના હાડપિંજર મળ્યા હતા.તેમાં કયુ સ્ત્રીનું છે અને કયુ પુરુષનું છે તેની ઓળખ કરવી ખુબ જ મુશ્કેલ બની હતી.

કારમાં રહેલા ચારેય લોકો એટલી હદે ભૂંજાયા હતા કે મૃતદેહ માં ક્યુ સ્ત્રીનું અને ક્યુ પુરુષનું હાડપિંજર છે એ નકકી કરવું મુશ્કેલ બન્યું હતું. ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખના પ્રયાસો ચાલી રહ્યા છે. કારમાં આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી.આ આગ સીએનજી કિટમાં લાગેલી હતી.સીએનજી કીટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન તારવવામાં આવ્યું છે.