બોલિવુડને જરૂર છે એક હિટ ફિલ્મની

બોલિવુડને જરૂર છે એક હિટ ફિલ્મની
બોલિવુડને જરૂર છે એક હિટ ફિલ્મની

 છેલ્લા ઘણા વર્ષોથી ઈદના વીકમાં મોટા ફિલ્મ મેકર્સ અને સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થતી રહી છે, જે બોકસ ઓફિસ પર સારી કમાણી કરતી રહી છે. આ વર્ષે પણ બે મોટી ફિલ્મો રિલીઝ થયેલી, અજય દેવગનની ‘મેદાન’ અને અક્ષર-ટાઈગર સ્ટારર ‘બડે મિયા છોટે મિયા’ જો કે આ ફિલ્મે દર્શકોને નિરાશ કર્યા હતા. મેદાનને તો દર્શકોએ પહેલા દિવસે જ નકારી દીધી હતી. જયારે ‘છોટે મિયા બડે મિયા’ એ પ્રારંભીક ત્રણ દિવસોમાં ઠીક ઠીક કમાણી કરી હતી.

દિલ્હીના એક મુખ્ય સિનેપ્લેકસના ડાયરેકટર પીયુષ રાયજાદાના અનુસાર આ ફિલ્મો બાદ આવેલી ‘એલએસડી-2’ અને ‘રઝાકારા’ સહીત લગભગ 7 ફિલ્મો બોકસ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. આ

ઉપરાંત હાલમાં રિલીઝ થયેલી રાજકુમાર રાવની ‘શ્રીકાંત’ પણ દર્શકોને આકર્ષિત કરવામાં અસફળ રહી હતી. પીયુષ વધુમાં જણાવે છે કે દિલ્હી-એમસીઆરના મોટાભાગના મલ્ટીપ્લેકસમાં ઓકયુપેન્સી ખૂબ જ ઓછી છે અને સિંગલ સ્ક્રીન સિનેમા હોલોમાં દર્શકોની હાજરી 10થી20 ટકા જ છે.

ઈદ બાદ સિનેમાહોલ વેરાન બન્યા છે, જેના કારણે સિનેમા ઘર માલિકોને નુકશાન વેઠવુ પડી રહ્યું છે. તેમને વધુ એક હિટ ફિલ્મની સખ્ત જરૂરત છે.