મેણા મારવાની તકરારમાં પતિએ પત્નીને છરી ઝીંકી

મેણા મારવાની તકરારમાં પતિએ પત્નીને છરી ઝીંકી
મેણા મારવાની તકરારમાં પતિએ પત્નીને છરી ઝીંકી

મોરબી તાલુકાના આમરણ ગામે પટેલ ડેલીમાં રહેતા ભારતીબેન ભરતભાઈ સોલંકી જાતે ભીલ (ઉંમર વર્ષ 30) નામની મહિલાએ પોતાના જ પતિ ભરતભાઈ બાબુભાઈ સોલંકી રહે.આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓઅ જણાવ્યું છે કે, તેમના પતિ તેણીના માવતર વિશે મેંણા મારતા હતા.જેથી કરીને ફરિયાદી મહિલાએ માવતર વિશે ન બોલવા કહ્યું હતું.ત્યારે ફરિયાદીના પતિ ભરતભાઇ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલાને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમજ પત્નિના પેટના ભાગે છરી વડે છરકો કરીને ઇજા કરેલ છે.જેથી કરીને ઈજા પામેલ ભારતીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમના પતિ સામે ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપી પતિને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.આ કેસની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.
 

બાળક સારવારમાં
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે શિવ સિરામીક નામની કંપનીમાં મજૂરી કામ કરતા અને ત્યાં નજીકમાં રહેતા પરિવારનો રાજુ મહેશભાઈ ડામોર નામનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા માટી ખાઈ ગયો હતો.જેથી તેને અસર થતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
 

યુવાન સારવારમાં
મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ચંદ્રપ્રકાશ શંકરલાલ સાગર નામના 28 વર્ષીય પરપ્રાંતિય યુવાનને ચરાડવા ગામ પાસેથી બાઈક લઈને જતા સમયે બાઇકને અન્ય કોઈ વાહન સાથે અથડામણ સર્જાયેલ આ અકસ્માત બનાવમાં તેને ઈજાઓ પહોંચી હતી.સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.