જુનાગઢમાં બેટરી ચોરનાર ધોરાજીનો શખ્‍સ ઝડપાયો

જુનાગઢમાં બેટરી ચોરનાર ધોરાજીનો શખ્‍સ ઝડપાયો
જુનાગઢમાં બેટરી ચોરનાર ધોરાજીનો શખ્‍સ ઝડપાયો

સી ડીવીઝન પો.સ્‍ટે. હદ વિસતારમાં સુરજ ફનવર્ડ પાસે ફરીયાદીની પ્‍યાગો રિક્ષા રજી.નં.જીજે-૨૩-એકસ-૮૮૭૦ વાળીમાંથી એક્ષાઇડ કંપનીની લાલ કલરની બેટરી નંગ-૧ કિ.રૂ.૬૨૦૦/- તથા બહાઉદીન કોલેજ રોડ ઉપર પ્રમુખ જ્‍વેલસ પાસે સાહેદ હુશેનભાઇ મહમદભાઇ ઠેબાની અશોક લેલન વાહનની પાવરઝોન કંપનીની કાળા કલરની બેટરી નંગ-૧ જેની આશરે કિ.રૂ.૩૫૦૦/- મળી કુલ બેટરી નંગ-ર કિ.રૂ.૯૭૦૦/- ની ચોરી થયેલ ઉપરોકત ગુન્‍હાના કામે વાહનની બેટરીઓની ચોરી કરેલ ઇસમ એક અતુલ જેમ રીક્ષા રજી.નં.જીજે-૦૧-ટીબી-૦૯૨૨ વાળી લઇને જુનાગઢ સરદારબાગની અંદર કેન્‍ટીનની પાછળના ભાગે ઉભેલ છે. જેથી ઉપરોકત હકિકત વાળી રીક્ષા સાથે એક ઇસમને પકડી તેની પુછરપછ કરતા પોતે કબુલાત આપતો હોય. જેથી મજકુર-મહમદ ઇકબાલભાઇ સિપાઇ(ઉ.વ.૪૩) ધંધો. રિ.ડ્રા., રહે.ધોરાજી બહારપુરા વોરાવાડ, મસ્‍જીદ પાસે તા.ધોરાજી વાળાને અટક કરી ગુન્‍હામાં ચોરી થયેલ બેટરી નંગ-ર કિ.રૂ.૯૭૦૦/- તથા અતુલ જેમ રીક્ષા કિ.રૂ.૫૦,૦૦૦/- નો મુદામાલ ગુન્‍હાના કામે કબજે કરી તેમજ મજકુર ઇસમ પાસેથી તપાસ કરતા અન્‍ય કુલ બેટરી નંગ-૩ મળી આવેલ જે પોતે જુનાગઢ શહેરમાં ભવનાથ વિસ્‍તારમાંથી તેમજ સુરજ ફનવર્ડ સામે બહાઉદીન કોલેજ રોડ ઉપર અલગ અલગ રિક્ષાઓ માંથી ચોરી કરેલાની કબુલાત આપતો હોય જેથી ઉપરોકત બેટરી નંગ-૩ કિ.રૂ.૧૧,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્‍જે કરી સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનનો ઉપરોકત ચોરીનો અનડીટેકટ ગુન્‍હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલવામાં આવેલ છે.

 આ કામગીરી આર.પી. વણઝારા, પી.એચ. મારૂ, એન.આર. ભેટારીયા, દિલીપભાઇ ડાંગર, કરણસિંહ ઝણકાત, મનીષભાઇ હુંબલ, સંજયસિંહ ચોૈહાણ, હરસુખભાઇ સિસોદીયા, હાર્દિકસિંહ સીસોદીયા, રૂપલબેન છૈયા એ કરી હતી