સ્ક્રીને માત્ર આંખો નહીં, હૃદયને પણ નબળા કરી નાખ્યા

સ્ક્રીને માત્ર આંખો નહીં, હૃદયને પણ નબળા કરી નાખ્યા
સ્ક્રીને માત્ર આંખો નહીં, હૃદયને પણ નબળા કરી નાખ્યા

તનાવ, સ્ક્રીન પર કલાકો સુધી કામ અને બહારનાં ખાનપાનથી યુવાનોનાં હૃદય નબળા પડી રહી છે. 30 થી 40 વર્ષનાં યુવાનોમાં વરિષ્ઠોમાં જોવા મળતી હૃદયની બિમારીઓ થઈ રહી છે. તપાસમાં યુવા દર્દીઓનાં હૃદયની ધમનીઓમાં 6 થી 8 સેમીનાં બ્લોકે જ મળી રહ્યા છે. જયારે પાંચ વર્ષ પહેલા આ બ્લોકેજ માત્ર 1 થી 2 સેન્ટીમીટરના હતા.

પીજીઆઈના કાર્ડીયોલોજી વિભાગનાં સર્વેમાં આ તથ્ય બહાર આવ્યા છે.વિભાગના ડોકટર નવીન ગર્ગે જણાવ્યું ચે કે ઓપીડીમાં રોજ 50 નવા અને લગભગ 150 જૂના દર્દીઓ જોવામાં આવે છે. 70 ટકામાં બ્લોકેજની સમસ્યા હોય છે. તેમની એન્જીયોપ્લાસ્ટી તપાસમાં ધમનીઓમાં બ્લોકેજની લંબાઈ 6 થી 8 સેમી જોવા મળી રહે છે.બ્લોકેજની લંબાઈ વધવાથી તેમનામાં જોખમ વધી ગયુ છે અને તેમાં 10 દર્દીઓ 40 વર્ષની વચ્ચેના હોય છે.

30 વર્ષનાં યુવાનોના હૃદયમાં બ્લોકેજ:
ડો.નવીન ગર્ગે જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા 50 વર્ષથી ઉપરના વરિષ્ઠોની ધમનીઓમાં બ્લોકેજની સમસ્યા વધુ જોવા મળતી હતી હવે તે 30 થી 45 વર્ષનાં યુવાનોમાં વધુ જોવા મળી રહી છે.જયારે આ સમસ્યા 60 વર્ષથી વધુ વયના લોકોમાં જોવા મળે છે.

આ કારણ:
વધુને વધુ ઝડપથી કામનાં નિકાલનું દબાણ, કોમ્પ્યુટર અને લેપટોપ પર મોડે સુધી કામ કરવું પેકેજડ અને બજારનો ખોરાક ખાવો કસરત અને રમત ગમતની પ્રવૃતિ ઓછી હોવી.

આ રીતે બચાવ કર્યો:
બ્લડ પ્રેસરનાં દર્દીઓ નિયમીત દવા લેતા રહે.રોજ 30 મીનીટ કસરત કરો અને વોકીંગ કરો.તળેલો ખોરાક, નુડલ્સ વગેરે ખુબ જ સમિતિ માત્રામાં ખાઓ. કામનું દબાણ ન લો, તનાવથી દુર રહેવાનો પ્રયાસ કરો.