અંબાણી ફેમિલિના ડ્રાયવર, સેલરી જાણીને થશે આશ્ચર્ય

 અંબાણી ફેમિલિના ડ્રાયવર, સેલરી જાણીને થશે આશ્ચર્ય
 અંબાણી ફેમિલિના ડ્રાયવર, સેલરી જાણીને થશે આશ્ચર્ય

 અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા કર્મચારીઓનો પગાર લાખોમાં છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા-જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે.

મુકેશ અંબાણી ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર તેમની રોયલ અને લક્ઝરી લાઈફ માટે જાણીતો છે. નીતા અંબાણીના કાર કલેક્શન પરથી જાણવા મળે છે કે તેમને મોંઘી કારનો ઘણો શોખ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંબાણી પરિવાર પાસે 500 વાહનો છે. અંબાણી પરિવારના કાર ચાલકોને ખૂબ જ સખત તાલીમનો સામનો કરવો પડે છે. આ ટ્રેનિંગ પૂરી કર્યા પછી જ તેમને અંબાણી પરિવારની કાર ચલાવવાનો મોકો મળે છે.

આવી સ્થિતિમાં લોકો વારંવાર વિચારે છે કે જ્યારે અંબાણી પરિવાર દેશનો સૌથી ધનિક પરિવાર છે, તો તેમાં કામ કરતા કર્મચારીઓનો પગાર કેટલો હશે. આવો અમે તમને જણાવીએ કે અંબાણી પરિવારના ઘરમાં કામ કરતો સ્ટાફ કેટલી કમાણી કરે છે.

અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા કર્મચારીઓનો પગાર લાખોમાં છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા-જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને વીમો અને શિક્ષણ ભથ્થું પણ આપવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતા અંબાણીના ડ્રાઈવરને દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર મળે છે. આનો સીધો અર્થ એ થયો કે, ડ્રાઈવરને વાર્ષિક 24 લાખ રૂપિયા મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આમાંથી કેટલાક સ્ટાફના બાળકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ અંબાણી પરિવારના સ્ટાફમાં જોડાવું એટલું સરળ નથી. તેમના ઘરે કામ કરવા માટે તમારે કંપની દ્વારા લેવામાં આવતા ટેસ્ટને પાસ કરવા પડે છે. ડ્રાઇવરની પસંદગી કરતી વખતે તે પણ જોવામાં આવે છે કે, સંબંધિત ડ્રાઇવર રસ્તામાં ઊભી થતી સમસ્યાઓને કેવી રીતે હેન્ડલ કરે છે.