વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો: જામનગરના બે હત્યારા શખ્સોની અટકાયત

વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો: જામનગરના બે હત્યારા શખ્સોની અટકાયત
વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો: જામનગરના બે હત્યારા શખ્સોની અટકાયત

જોડીયા પંથકમાં પાંચ દિવસ પહેલાં એક વેપારીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. જામનગર એલસીબીએ બે આરોપી ધડપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. ચોરી- લૂંટ કરવાના ઇરાદે આવેલા બંને શખ્સોએ વેપારીને માર મારતા હત્યા નીપજાવી લૂંટ ચલાવી ભાગી છૂટ્યાની કબુલાત કરી હતી.  

   જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં પાંચ દિવસ પહેલાં એક વેપારીની લૂંટાના ઈરાદે હત્યા કરાઈ હતી. જે હત્યાના બનાવનો ભેદ એલસીબીની ટુકડીએ ઊંડાણપૂર્વકની તપાસના અંતે ઉકેલી નાખ્યો છે અને જામનગરના જ બે હત્યારા શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ચોરાઉ બાઇક, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનું સાહિત્ય કબજે કર્યું છે. બંને હત્યારાઓ ચોરી કરવાના ઇરાદે દુકાનમાં ઘૂસ્યા હતા, દરમિયાન વેપારી જાગી જતાં તેની હત્યા કરી નાખ્યાની કબુલાત આપી છે. 

   જોડિયા તાલુકાના તારાણાં ધાર વિસ્તારમાં રહેતા ભુપેન્દ્રસિંહ નિમુભા જાડેજા નામના ૪૦ વર્ષના યુવાનની ગત ૧૮.૪.૨૦૨૪ ના દિવસે હત્યા થઈ હતી. જે બનાવાની મૃતક ના ભાઈ જગુભા નિમુભા જાડેજાએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. અને જોડિયા પોલીસે હત્યા અંગે નો ગુનો નોંધ્યો હતો. જે પ્રકરણમાં એલસીબી ની ટુકડીએ તપાસમાં ઝુકાવ્યું હતું. એલસીબી ની તપાસ દરમિયાન કેટલાક સીસીટીવી કેમેરાઓના ફૂટેજ નિહાળ્યા પછી ડબલ સવારી બાઇકમાં બે શખ્સો આવ્યા હોવાનું અને તેના દ્વારા જ ચોરી-લૂંટ અને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવી તપાસનો દોર આગળ ધપાવ્યો હતો.