ટ્રેનમાં ઊંઘી જતા મહિલાએ મોબાઈલ રોકડ એટીએમ કાર્ડ ગુમાવ્‍યું

ટ્રેનમાં ઊંઘી જતા મહિલાએ મોબાઈલ રોકડ એટીએમ કાર્ડ ગુમાવ્‍યું
ટ્રેનમાં ઊંઘી જતા મહિલાએ મોબાઈલ રોકડ એટીએમ કાર્ડ ગુમાવ્‍યું

ટ્રેનમાં મહિલા ઊંઘી જતા તેણીને મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ અને રોકડ રકમ ગુમાવવી પડી હતી.

વેરાવળમાં ભવાની ગરબી ચોક ૬૦ ફૂટ રોડ વિસ્‍તારમાં રહેતા રિદ્ધિબેન બીપીનભાઈ રાયઠઠ્ઠા બાંદ્રા-વેરાવળ ટ્રેનમાં અમદાવાદ થી વેરાવળ આવવા માટે મુસાફરી કરી રહ્યા હતા ત્‍યારે તેમની ઊંઘનો લાભ લઇ અજાણ્‍યો શખ્‍સ રૂપિયા ૧૬૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂપિયા ૫૦૦ની રોકડ અને એટીએમ કાર્ડ ચોરી ગયો હોવાની ફરિયાદ મહિલાએ કરતા રેલ્‍વે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢ શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં હોવા છતાં પણ શહેરના વિસ્‍તારની મંગલધામ સોસાયટી પાસેથી હુસેનશા સામધાર, મામાદેવના મંદિર નજીકથી અમીન ઉમરભાઈ ચૌહાણ, જવાહર રોડ વાંઝાવાડ પાસેથી અશરફશા હનીફશા બાનવા અને દામોદર કુંડ નજીકથી અબ્‍દુલરજાક બિનમહમદ આરબ ઘાસચારો વેચતા મળી આવ્‍યા હતા. આથી મનપાના ડબ્‍બા સુપરવાઇઝર રાજેશ પરમાર અને કેટલ કેચર અશોક ગેઇજાએ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાવતા પોલીસે ચારેય શખ્‍સ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.