1 લાખના એક વર્ષમાં 3 લાખની વળતરની લાલચમાં લોકો ફસાયા

1 લાખના એક વર્ષમાં 3 લાખની વળતરની લાલચમાં લોકો ફસાયા
1 લાખના એક વર્ષમાં 3 લાખની વળતરની લાલચમાં લોકો ફસાયા

સાયબર ગઠિયાઓએ ગોંડલમાં સાયબર ફ્રોડનો ભોગ બનનાર લોકોને અલગ અલગ લોભામણી સ્કીમ આપી હતી. જેમાં દરરોજ, માસિક, ત્રી માસિક, છ માસિક અને વાર્ષિક રોકાણની સ્કીમની યોજના વોટ્સએપ ગ્રુપમાં સમજાવ્યા બાદ એક લાખ રૂપિયાના એક વર્ષના રોકાણમાં ત્રણ લાખના વળતરની લાલચ આપતાં લોકો ફસાયા હતા અને સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતાં.

તેઓની સાથે કુલ રૂ.6,35,266 નું ફ્રોડ થયેલ તેમજ તેના નાના ભાઈ કેતનભાઇ ગીરધરભાઇ પંડયા સાથે પણ ઓનલાઇન એપમાં કુલ રૂ.1,48,456 તેમજ તેના પુત્ર સાથે રૂ.57,826 ઉપરાંત કમલેશભાઇ રાજેન્દ્રપ્રસાદ મંહતો સાથે રૂ.1 લાખ, અંકરુભાઇ કાંતીભાઇ ગૌસ્વામી સાથે રૂ.1.50 લાખ મળી કુલ રૂ.10,91,548  ઓનલાઇન ફ્રોડ કરી પોતાની ઓનલાઇન એપમાં વિશ્ર્વાસમાં અને પ્રલોભન લઇ પૈસાનુ રોકાણ કરાવી પોતાની એપ બંધ કરી અમારી સાથે ઓનલાઇન ફ્રોડ કરી છેતરપીંડી આચરી હતી.