દેશના ૧૪૬ જિલ્લામાં છેલ્લા ૭ દિવસમાં કોરોનાનો કોઈ કેસ નહીં: ડૉ.હર્ષવર્ધન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને ભારતમાં ઝડપથી ઓછા થઈ રહેલા કોરોનાના કેસ પર એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ દરમિયાન તેમને કહૃાું છેલ્લા ૭ દિવસમાં દેશના ૧૪૬ જિલ્લામાં એકપણ કોરોનાનો કેસ દાખલ થયો નથી. હર્ષવર્ધને આ વાતની જાણકારી કોરોનાને લઈ થયેલી ઉચ્ચ સ્તીરય મંત્રીઓના સમૂહની ૨૩મી બેઠકમાં આપી છે. તેમને કહૃાું કે દેશમાં કોરોના માટે ઉઠાવેલા પગલા અને અત્યાર સુધી કરેલા ૧૯.૫ કરોડથી વધારે ટેસ્ટના કારણે આ સંભવ થઈ શક્યુ છે.

તેમને કહૃાું કે ૧૮ જિલ્લા એવા છે જ્યાં છેલ્લા ૧૪ દિૃવસમાં કોરોનાનો એક પણ કેસ દાખલ થયો નથી, ત્યારે ૬ જિલ્લા એવા છે જ્યાં ૨૧ દિૃવસમાં અને ૨૧ જિલ્લા એવા છે જ્યાં છેલ્લા ૨૮ દિવસમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. હાલમાં ૧.૭૩ લાખ એક્ટિવ કેસમાંથી ૦.૪૬ ટકા દર્દી વેન્ટિલેટર પર, ૨.૨૦ ટકા દર્દી અને ૩.૦૨ ટકા ઓક્સિજન સપોર્ટ પર છે. ત્યારે દેશમાં નવા કોરોના વાઈરસના ૧૬૫ કેસ સામે આવ્યા છે અને તે દર્દીઓને નજર હેઠળ રાખવામાં આવ્યા છે.