દિલ્હી પોલીસ ખેડૂત નેતાઓ પર ખોટા કેસ કરી રહી છે: કેજરીવાલનો મોટો આરોપ

અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે: ‘મફત વીજળી’નો વાયદો કરે એવી ધારણા
અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે: ‘મફત વીજળી’નો વાયદો કરે એવી ધારણા

ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેકટર પરેડમાં થયેલી હિંસામાં દિલ્હી પોલીસે ઘણા ખેડૂત નેતાઓને આરોપી બનાવીને તેમની વિરૂદ્ધ કેસ નોંધ્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરિંવદૃ કેજરીવાલે ગુરૂવારે આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસ ખેડૂત નેતાઓ પર ખોટા કેસ કરી રહી છે.

આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાઉન્સિલની બેઠકમાં તેમણે કહૃાું કે જે હિંસાના સાચા ગુનેગાર છે તેમને કડકમાં કડક સજા મળવી જોઇએ. હિંસા થઇ તે દુર્ભાગ્યપૂર્ણ હતી. પરંતુ પોલીસ હવે ખેડૂત નેતાઓ પર ખોટા કેસ કરી રહી છે. હિંસાના કારણે ખેડૂતોના મુદ્દા ખતમ નથી થઇ ગયા. તે મુદ્દાઓ આજે પણ જીવંત છે કે જેના માટે ખેડૂતો છેલ્લા ૬૦ દિૃવસથી આંદૃોલન કરી રહૃાા છે.

કેજરીવાલે કહૃાું કે જે દેશમાં ખેડૂતો દુ:ખી હોય તે દેશ ક્યારેય પણ ખુશ ન થઇ શકે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે રાજકીય પક્ષોએ દેશના ખેડૂતો હંમેશા દગો આપ્યો છે. ક્યારેક કહેવામાં આવે છે તમારી લોન માફ કરી દઇશું. કોઇએ પણ તેમની લોન માફ કરી નહીં. ક્યારેક ખેડૂતોના સંતાનોને નોકરીનો વાયદો આપવામાં આવ્યો. તે પણ પૂર્ણ કરાયો નહીં. છેલ્લા ૨૫ વર્ષમાં દેશમાં સાડા ત્રણ લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે. કોઇ ખેડૂતો અંગે માહિતી મેળવી નહીં.