દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી માટેલ રોડ પરથી ઝડપાયો

દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી માટેલ રોડ પરથી ઝડપાયો.
દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી માટેલ રોડ પરથી ઝડપાયો.

છતીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ મથકમાં દુષ્કર્મના ગુનામાં ફરાર શખ્શને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે માટેલ રોડ પરની ઓરડીમાંથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

   વાંકાનેર તાલુકા પોલીસ ટીમ લોકસભા ચુંટણીને પગલે નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન છતીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ મથકમાં દુષ્કર્મના ગુનામાં આરોપી વિશાલસિંહ મુન્નાસિંહ ઠાકુર (ઉ.વ.૨૩) વાળો હાલ માટેલ રોડ અમરધામ પાસે ઓરડીમાં ભાડેથી રહેતો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી આરોપી વિશાલસિંહ મુન્નાસિંહ ઠાકુરને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે છતીસગઢ પોલીસને સોપવામાં આવ્યો છે.
જે કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ એલ એ ભરગા, મયુરધ્વજસિંહ જાડેજા, જીતેન્દ્રકુમાર અઘારા, ચમનભાઈ ચાવડા, હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર અને રવિભાઈ કલોત્રા તેમજ અજયસિંહ ઝાલા રોકાયેલ હતા