ધ્રાંગધ્રાના છેડતી ના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો

ધ્રાંગધ્રાના છેડતી ના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો
ધ્રાંગધ્રાના છેડતી ના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો

ધાંગધ્રા જોગાસર રોડ ગણેશ સોસાયટી રિદ્ધિ સિદ્ધિ પાર્ક પાસે રહેતી એક મહિલા ને છેલ્લા ચાર મહિનાથી મોટરસાયકલ લઈને આરોપી અબ્‍દુલભાઈ કાદરભાઈ ભટ્ટી નામ નો શખ્‍સ પીછો કરતો હતો અને અવર નવર મહિલાના ઘર પાસે જઈને મહિલાને ઈશારા કરતો જેમાં અભદ્ર ભાષામાં વાતો કરી મહિલાની છેડતી કરતો હતો જેમાં મહિલા દ્વારા ના પડાતા ગાળો આપી હતી અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી અપાતા મહિલાએ શખ્‍સ વિરુદ્ધ ધાંગધ્રા સીટી પોલીસ સ્‍ટેશનમાં તા,૩૦.૦૩.૨૦૨૪ ના ફરિયાદ નોંધાવી હતી જેમાં આ કેસની તપાસ પી.એસ.આઇ ગોહિલ ચલાવી રહ્યા હતા જેમાં કોસ્‍ટેબલ સરફરાજ ભાઈ મલેક ને બાતમી મળેલ તે મુજબ આરોપી ભટ્ટીને ખાટકીવાસમાંથી ઝડપી લઈને વધુ કાર્યવાહી માટે સીટી પોલીસ સ્‍ટેશન લાવવામાં આવ્‍યો હતો.