કોન્સર્ટમાં પંજાબી સિંગરે પછાડી પછાડીને તોડી નાખ્યું ગિટાર

કોન્સર્ટમાં પંજાબી સિંગરે પછાડી પછાડીને તોડી નાખ્યું ગિટાર
કોન્સર્ટમાં પંજાબી સિંગરે પછાડી પછાડીને તોડી નાખ્યું ગિટાર

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રેપર એપી ઢિલ્લોન એક પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર અચાનક તેનું ગિટાર પછાળવાનું શરૂ કરે છે.

‘બ્રાઉન મુંડે’, ‘દિલ નુ’, ‘વિથ યુ’ અને ‘સાડ્ડા પ્યાર’ જેવા હિટ ગીતો આપનાર ફેમસ પંજાબી સીંગર અને રેપર એપી ઢિલ્લોનને કોણ નથી જાણતું. પંજાબના ગુરદાસપુરના રહેવાસી એપી ઢિલ્લોને દુનિયાભરમાં પોતાના રેપથી ઘણું નામ કમાયું છે. લોકો તેના ગીતો પર ડાન્સ કરતા પોતાને રોકી શકતા નથી. વર્ષ 2020 માં, એક ગીતે એપી ઢિલ્લોનનું જીવન બદલી નાખ્યું, જેના પછી હવે સમગ્ર વિશ્વમાં તેના કરોડો ચાહકો છે.

ઢિલ્લોન એક સેલ્સમેનમાંથી સિંગર બન્યો અને ઘણી નામના કમાઈ. એપી ઢિલ્લોનના ગીતો દરરોજ હેડલાઇન્સમાં રહે છે, પરંતુ આ સમયે એપી ઢિલ્લોનનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને ચાહકો તેના પર નારાજ થઈ રહ્યા છે.

એક કોન્સર્ટ દરમિયાન એપી ઢિલ્લોને તેના જ ગિટારને નીચે પછાડી પછાડીને તોડી કાઢ્યું અને આ જોઈ ફેન્સ તેના પર ભડકી ઉઠ્યા કે સફળતા શું મળી કે હવે ગાયકીનું જ અપમાન કરવા લાગ્યો.

ખરેખર, તાજેતરમાં જ એપી ઢિલ્લોને સોશિયલ મીડિયા પર કોચેલા 2024 ફેસ્ટિવલમાં તેના પ્રદર્શનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એપી ઢિલ્લોનના હાથમાં ગિટાર લઈને ખૂબ જ શાનદાર અંદાજમાં સ્ટેજ પર પરફોર્મ કરતો જોવા મળે છે. પરંતુ કૂલ બનવા માટે, એપી ઢિલ્લોને કંઈક એવું કર્યું કે હવે તેના ચાહકો તેને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગાતી વખતે એપી ઢિલ્લોન અચાનક સ્ટેજ પર પોતાનું ગિટાર સ્ટેજ પર પછાડવા લાગે છે અને તેને પછાડી પછાડીને તોડી નાખે છે. હવે એપી ઢિલ્લોનના ચાહકોને ગાયકની આ ક્રિયા પર ગુસ્સો દર્શાવી રહ્યા છે, ત્યારબાદ યુઝર્સે તેના વીડિયો પર કોમેન્ટ કરીને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

એપી ઢિલ્લોનના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- જે વસ્તુ તમને અહીં લાવ્યુ ભાઈ તેનું તો સન્માન કરો. આમાં તમારું નુકસાન છે’, એક યુઝરે લખ્યું છે – ‘ આમ કરવુ તમારા જેવા ગાયકને શોભા નથી આપતુ’.

આ વીડિયો પર કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે – ‘તમારે આવું કેમ કરવું પડ્યું!’ કેટલાક યુઝર્સ દિલજીત દોસાંઝને એપી કરતા સારો સિંગર કહેતા જોવા મળે છે. હાલ એપી ઢિલ્લોનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વીડિયોને 8 કલાકની અંદર 1.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે.