ટંકારાની લજાઈ ચોકડી પાસેથી તમંચા સાથે એકની ધરપકડ

ટંકારાની લજાઈ ચોકડી પાસેથી તમંચા સાથે એકની ધરપકડ
ટંકારાની લજાઈ ચોકડી પાસેથી તમંચા સાથે એકની ધરપકડ

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાની લજાઇ ચોકડી પાસે ગુરુકૃપા ટી સ્ટોલની સામેના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી કરણ ઉર્ફે મીઠો મહેન્દ્રભાઈ ચૌહાણ જાતે રજપૂત (25) રહે. કુબેરનાથ રોડ લુહાર શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની સાથે રાખતો હતો તે દિશામાં હવે આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સી.એસ. કડવાતર ચલાવી રહ્યા છે

હળવદ તાલુકાના રાયધ્રા ગામે ખોહલી માં ના મંદિરની બાજુમાં આવેલ આશ્રમની પાછળના ભાગમાં ખરાબાની ખુલી જગ્યામાં જાહેરમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ગેસનો બાટલો, ચૂલો, લોખંડનો ટીપણું તથા અન્ય મુદ્દા માલ તેમજ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 1950 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, બુટલેગર હાજર ન હોય આ દેશી દારૂની ભઠ્ઠી શૈલેષભાઈ પ્રેમજીભાઈ કોળી રહે. રાયધ્રા તાલુકો હળવદ વાળાની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે