પરસાણા ચોર પાસેથી ત્રણ ચોરાઉ બાઈક સાથે બે શખ્સો ઝડપાયા

પરસાણા ચોર પાસેથી ત્રણ ચોરાઉ બાઈક સાથે બે શખ્સો ઝડપાયા
પરસાણા ચોર પાસેથી ત્રણ ચોરાઉ બાઈક સાથે બે શખ્સો ઝડપાયા

પરસાણા ચોક પાસેથી ત્રણ ચોરાઉ બાઈક સાથે બે ગઢીયાને તાલુકા પોલીસે ઝડપી પાડી રૂ90 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત મુજબ, તાલુકા પોલીસ મથકના પીઆઈ.ડી.એન.હરીપરાની રાહબરીમાં પીએસઆઈ પી.બી.ત્રાજીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.

ત્યારે સાથેના કોન્સ્ટેબલ મહાવિરસિંહ જાડેજા જીલુ ગરચર અને મયુરસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીનો આધારે 150 ફુટરીંગ રોડ પર પરસાણા ચોક પાસેથી ચોરાઉ બાઈક સાથે સંજય ભીમજી મુંઘવા (ઉ.વ.19) (રહે.સરધાર) અને નિતીન અજીત મકવાણા (ઉ.વ.19),(રહે.લાખાપર)ને દબોચી તેની પુછતાછ હાથ ધરતાં અન્ય બે બાઈક ચોરીનો ભેદ ઉકેલી ખોખળદવ ગામ નજીક અને કોઠારીયા ગામના પાછળ ગેઈટ પાસે સોસાયટીમાં સંતાડેલ બે ચોરાઉ બાઈક કબ્જે કરી કુલ રૂ।0 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વધુ પુછતાછમાં આરોપી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જઈ હેન્કલ લોક કર્યા વગરની બાઈક ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતાં.