ફ્રોડ એકાઉન્ટ ધારકે ઓનલાઈન રૂ।.25 હજાર પડાવી લીધા

ફ્રોડ એકાઉન્ટ ધારકે ઓનલાઈન રૂ।.25 હજાર પડાવી લીધા
ફ્રોડ એકાઉન્ટ ધારકે ઓનલાઈન રૂ।.25 હજાર પડાવી લીધા

ગઈકાલે થોરાળા પોલીસ મથકે ફેસબુકમાં આવેલી જાહેરાતના આધારે સસ્તામાં આઈફોન ખરીદવા જતાં યુવકે રૂ।0 હજાર ગુમાવ્યાની ફરીયાદ નોંધાઈ હતી. ત્યાં જૂની પપૈયા વાડીમાં રહેતાં કૌશિકભાઈ પણ ફેસબુકમાં આવેલી જાહેરાતના આધારે આઈફોન લેવાં જતાં ગઠિયાએ ઓનલાઈન રૂ.25 હજાર ટ્રાન્સફર કરાવી ફોન સ્વીચઓફ કરી નાંખ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે ગુરૂ પ્રસાદ ચોક પાસે પપૈયા વાડીમાં રહેતાં કૌશીક પ્રતાપભાઈ રાઠોડ (ઉ.વ.42) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ  કુવાડવા જીઆઈડીસીમાં આવેલ ડિસ્ટ્રોમેડ બાયો ક્લિન નામની કંપનીમા પ્લાન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના ફેસબુક આઈ.ડી.માં એપલ કંપનીનો 13 પ્રો 256 જીબીનો મોબાઇલ રૂ।5 હજારમાં મળતો હોય તેવી જાહેરાત જોયેલ તેમા મેસેજ કરતા સામેથી એક મો.નં.9924939943 આવેલ.

જે નંબરમાં ફોનથી વાત કરતા તેણે પોતાનુ નામ કરણસિંહ જણાવી તમારે આ મોબાઇલ લેવો હોય તો રાજકોટ કે.કે.વી. ચોક ખાતે ફોનબુક નામની મોબાઇલની દુકાને જવાનુ કહેતા ગઇ તા.11/09/2023 ના ફોનબુક નામની દુકાને ગયેલ અને દુકાનવાળાને જણાવેલ કે, મે ઓનલાઇન મોબાઇલ સિલેક્ટ કરેલ છે તો તેનો ભાવ જણાવવાનુ કહેતા તેઓએ ઓનલાઇન મોબાઇલ સિલેક્ટ કરેલ હોય તેનો ભાવ જે-તે વ્યક્તી પાસેથી જ જાણવો પડશે કેમ કે અમારૂ મોબાઈલ ડિલરોનુ એક ગ્રુપ હોય અને તેની સાથે વાત કરી જણાવેલ કે, મારી પાસે આઈફોન 13 પ્રો મોબાઇલ પડેલ છે જે આપવાની વાત થયેલ અને પેમેન્ટ બાબતે કરણસિંહ સાથે વાત કરતા તેણે  ઓનલાઇન રૂપીયા ટ્રાંસફર કરવાનુ કહી મો. નં. 8160412408 ઉપર ગુગલ-પે કરવાનુ જણાવ્યું હતું.

યુવાને તેમાં રૂ।5 હજાર ઓનલાઇન ટ્રાંસફર કરેલા હતા અને કરણસિંહે જણાવેલ કે, દુકાનવાળા ભાઈ સાથે મારે વાત થઇ ગયેલ છે તમે મોબાઇલ લઇ જઇ શકો છો જેથી દુકાનવાળા સાથે વાત કરતા તેણે જણાવેલ કે, મને હજુ સુધી મોબાઇલના બીલના રૂપીયા મળેલ નથી, તમે ડિલર કરણસિંહ સાથે વાત કરી મોબાઇલના રૂપીયા દુકાનના ખાતામાં નાખવાનુ કહો જેથી તેની સાથે વાત કરતા કહેલ કે, હુ અત્યારે ઓનલાઇન પેમેન્ટ કરૂ છુ પરંતુ મારે નેટવર્ક સ્લો ચાલતુ હોય જેથી રૂપીયા ટ્રાંસફર થતા નથી.

અડધો કલાક સુધી આરોપીએ પેમેન્ટ કરેલ ન હોય જેથી તેને ફોન કરતા કહેલ કે, હુ હમણા જ પેમેન્ટ કરૂ છુ. બાદમાં અવાર-નવાર ફોન કરતા હમણા પેમેન્ટ મોકલી આપુ છુ તેવા ખોટા વચનો આપતો હતો પરંતુ પેમેન્ટ મોકલેલ ન હતું. 

બાદમા કરણસિંહે તેનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દિધેલ અને બાદમાં જાણવા મળેલ હતુ કે, મે જે મોબાઇલ નંબર પર કોલ કરેલ અને ફેસબુક આઇ.ડી પણ બંધ થઇ ગયેલ હોવાનું સામે આવતાં તેમની સાથે છેતરપીંડી થયાની જાણ થઈ હતી.

બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીઆઈ ડિ.એમ.હરિપરાની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી હતી.