૨ શખ્‍સની ૬૬ બોટલ ઈંગ્‍લીશ દારૂ સાથે ધરપકડ

માણાવદરના ૨ શખ્‍સની ૬૬ બોટલ ઈંગ્‍લીશ દારૂ સાથે ધરપકડ
માણાવદરના ૨ શખ્‍સની ૬૬ બોટલ ઈંગ્‍લીશ દારૂ સાથે ધરપકડ

માણાવદરમાં બાવાવાડી પાસે ભૂમિનગર એનજી મિલ પાછળ રહેતા વિરમ કારાભાઈ ભુવા અને તેનો પાર્ટનર બાવાવાડીનો સાહિલ ઉર્ફે કબો આરીફ શાહમદારે વિરમ ભુવાના મકાનમાં વિદેશી દારૂનો જથ્‍થો રાખ્‍યો હોવાની બાતમી મળતા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી પીએસઆઇ સી. વાય. બારોટ અને સ્‍ટાફે દરોડો પાડતા મકાનમાં આવેલ દુકાનમાંથી રૂપિયા ૨૬,૪૦૦ ની કિંમત ના વિદેશી દારૂની જુદી જુદી ૬૬ બોટલ મળી આવી હતી.

પોલીસે બંને શખ્‍સની અટક કરી દારૂ તથા બે મોબાઈલ ફોન સહિત  રૂપિયા ૩૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરી બંને શખ્‍સ દારૂનો જથ્‍થો કોની પાસેથી લાવ્‍યા તે અંગે પૂછપરછ, તપાસ હાથ ધરી હતી.